મેલબર્ન, તા.૭
ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શનિવારે જોખમી પિચને લીધે એક સ્થાનિક મેચને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. ઘરેલુ ટૂર્નામેન્ટ શેફીલ્ડમાં વિક્ટોરિયા અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ રમાઈ રહી હતી અને પ્રથમ દિવસે જ આ મેચને અધવચ્ચે પૂરી જાહેર કરી દીધી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે અમે એમસીજી સ્ટાફ સાથે મળી કામ કરી રહ્યા છીએ. ન્યૂઝીલેન્ડ સામે ૨૬મી ડિસેમ્બરના રોજ યોજાનારી ટેસ્ટ મેચ અગાઉ આ પિચને વધારે સારી કરવા માટે કામ ચાલુ છે.જો કે, તાજેતરના દિવસોમાં જ એમસીજી દ્વારા આ પિચની આકરી ટીકા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭ માં એશિઝ સિરીઝની મેચો બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ નબળું રેટિંગ આપ્યું હતું. ત્યારબાદ ગત વર્ષ ભારત સામેની ટેસ્ટ બાદ આઈસીસીએ આ પિચને એવરેજ રેટિગ આપ્યું હતું.વિક્ટોરિયા-વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની મેચમાં પહેલા દિવસે અનેક બેટ્‌સમેન ઈજાગ્રસ્ત થયા હતા.