દુબઈ, તા.૧૭
ત્રણ વખતનું ચેમ્પિયન ભારત અને ઓસ્ટ્રેલિયા આઈસીસી અંડર-૧૯ ક્રિકેટ વિશ્વકપની પ્રથમ મેચમાં એકબીજા સાથે રમશે. ટુર્નામેન્ટ આગામી વર્ષ ૧૩ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી દરમિયાન રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાને ગ્રુપ બીમાં ઝિમ્બાબ્વે, પૂર્વી એશિયાના ક્વોલિફાયર પાપુઆ ન્યુ ગિનીયા સાથે રાખવામાં આવ્યું છે. ૧૬ ટીમોની ટુર્નામેન્ટમાં ગત ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝનો સામનો યજમાન ન્યુઝિલેન્ડ સામે થશે. ગ્રુપ એમાં વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝિલેન્ડની સાથે ર૦૧રની ચેમ્પિયન દ.આફ્રિકા અને ક્વોલિફાયર કેન્યા છે. દસ ટેસ્ટ દેશોને આમાં સીધો પ્રવેશ મળ્યો છે. જ્યારે ગત સત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એસોસિએટ ટીમ નામીબિયા પણ આ રમતું જોવા મળશે. બાંગ્લાદેશ, કેનેડા, ઈંગ્લેન્ડ અને નામીબિયા ગ્રુપ સીમાં છે. જ્યારે બે વખતનું ચેમ્પિયન પાકિસ્તાન, ક્વોલિફાયર આયરલેન્ડ, અફઘાનિસ્તાન પણ રમશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપરલીગમાં પહોંચશે જ્યારે બાકી આઠ ટીમો પ્લેટ ચેમ્પિયનશીપ રમશે.