સુરેન્દ્રનગર,તા.૧૪
સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસેલ ત્રણ ઈસમોએ રાષ્ટ્રપતિ સહિત અન્યો પાસે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણ ગામે રહેતા આલજીભાઈ હમીરભાઈ સાળેશા, હીરાભાઈ બચુભાઈ સાળેશા, મહેશભાઈ બચુભાઈ સાળેશા, જમીન નિયમિતના હુકમ માટે તા.૩૦/૧૦થી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. જેઓની માગણી ન સંતોષાતા ત્રાસી-કંટાળીને ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા અનુસૂચિત આયોગમાં જાણ કરી ત્રણેય ઈસમોએ ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા માંગ કરી છે.