અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ પૃથ્વી પર વૃક્ષો, પશુઓ, ઝરણાં, નદી, દરિયા, જંગલો, માનવી વગેરેનું નિર્માણ કર્યું પરંતુ ઉપરવાળાના અનેક બેનમૂન સર્જનો પૈકીનું એક અનેરું સર્જન છે પક્ષીઓ. નિર્દોષભાવ ધરાવતા આ સુંદર પક્ષીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે. ગમે તેટલા દુઃખના સમયમાં પણ જો આપણે ઉડાઉડ કરતાં આ જીવને જોઈએ તો આપણા ચહેરા પર ચોક્કસપણે સ્મિત આવી જ જાય. ઘણા શોખીન મહાનુભાવો પક્ષીઓને પોતાના ઘરની શોભા વધારનારું સાધન સમજીને પિંજરામાં પૂરી દેતા હોય છે. આપણને આપણી સ્વતંત્રતા જેટલી વહાલી છે. કોઈપણ જીવને તેની સ્વતંત્રતા તેટલી જ વહાલી હોય છે તે વાસ્તવિકતા સમજવી જ રહી. અહીં પ્રસ્તુત કેટલીક તસ્વીરોમાં આપણને પક્ષીઓના વિવિધ નખરાળા અંદાજ જોવા મળે છે.

તાન્ઝાનિયાના સેરેન્ગેટી રાષ્ટ્રીય ઉપવનમાં જોવા મળેલું ફિશર નામક પક્ષીનું આ યુગલ આ પ્રથમ તસવીરમાં તે સાબિત કરી રહ્યા છે કે તેમનું નામ ‘લવ બર્ડઝ’ શા માટે પડયું હશે.