(એજન્સી) નવી દિલ્હી, તા.૮
૧. ઈડીએ મનિલોન્ડરીંગ કેસમાં મિસા ભારતીના દિલ્હી અવાસે દરોડો પાડયો. દિલ્હીમાં સૈનિક ફોર્મ્સ સહિત ત્રણ સ્થળો પર તપાસ અભિયાન હાથ ધરાયું.
ર. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં યુદ્ધવિરામનો ઉલ્લંઘન થતાં બે નાગરિકોના મોત. બાંદીપોરામાં પણ અન્ય એક આતંકી હુમલામાં બે જવાન ઘાયલ.
૩. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે અણુ શસ્ત્રો પર પ્રતિબંધની પહેલી સંધિ પર મંજૂરી, યુએસ, યુકે અને ફ્રાન્સ સહિત ઘણા દેશોએ મીટિંગનો બહિષ્કાર કર્યો જણાવ્યું કે સંધિ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના વાતાવરણની વાસ્તવિકતાની અવગણી રહ્યું છે.
૪. દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટ ફલાઈટમાંથી જેટ બ્લાસ્ટ થતાં ઈન્ડિગો બસની બારીનો કાચ તૂટયો. પાંચ ઘાયલ, સિવિલ એવિએશનના ડાયરેકટર જનરલે તપાસ અંગે આદેશ આપ્યો.
પ. ગોરખાલેન્ડ આંદોલનના કારણે કથિત નિષ્ફળતા પશ્ચિમ બંગાળ વિરૂદ્ધ સિક્કીમે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા.અહેવાલ સાંસદ પીડી રાજે મમતા બેનરજી સરકાર ઈરાદાપૂર્વક માલના પુરવઠાને અટકાવી રહી હોવાનો આરોપ મૂકયો છે કારણ કે સિક્કીમ ચળવળને સમર્થન આપી રહ્યું છે.
૬. અમેરિકન વિદેશમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાની કથિત મધ્યસ્થીના મુદ્દે ટ્રમ્પે પુતિન સાથે આગ્રહપૂર્વક વાત કરી જ્યારે રશિયન વિદેશ સચિવે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ કોઈપણ દખલગીરી હોવાની વાત નકારી હતી.
૭. ભારત પોતાના ગુપ્ત હેતુઓ માટે ડોકલામને ત્રિભેટોનો ભાગ હોવાનો દાવો કરી રહી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે, નવી દિલ્હી ત્રિભેટોના પોઈન્ટને વિસ્તારમાં ફેરવવા પ્રયાસ કરી રહી છે.
૮. મહિન્દ્રાના કર્મચારીને રાજીનામું આપવાનું કહેતી ઓડિયો ક્લિપ વાયરલ થતાં આનંદ મહિન્દ્રાએ માફી માંગી. કંપનીના ચેરપર્સને કહ્યું કે વહીવટી તંત્ર ભવિષ્યમાં આ બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં લેશે.
૯. પુડ્ડુચેરીના ગવર્નર કિરણ બેદીએ સરકારનું અપમાન કર્યું. ડીએમકે જ્યાં વિપક્ષની સરકાર છે તેવા રાજ્યોમાં કેન્દ્ર દખલગીરી કરી હોવાનો કાર્યરત અધ્યક્ષ એમ.કે.સ્ટાલિને આરોપ મૂક્યો.
૧૦. જી-ર૦ના નેતાઓએ આતંકવાદ સામે લડવા આપ્યું વચન. ઓનલાઈન કટ્ટરવાદ પર નિયંત્રણો મૂકવા કહ્યું. સમિટમાં રાષ્ટ્રોના સભ્યોને રાજકીય અને ધાર્મિક સહિષ્ણુતા વધારા અરજ કરી.