(એજન્સી) રાયપુર, તા.૧૪
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં માઓવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં સલામતી દળોના પ જવાનો અને ૧ નાગરિક સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના સવારે ૯ કલાકે બની. સલામતી દળોના જવાનોને એક ટ્રક લઈ જઈ રહી હતી ત્યારે બીજાપુર ઘાટીમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો. જેમાં બીએસએફના પાંચ જવાનો અને એક નાગરિક ઘાયલ થયો હતો. આઈજીપી પી સુન્દરરાજે કહ્યું કે, ઘવાયેલા તમામ પાંચને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. નકસલીઓ અને દળો વચ્ચે સામ-સામા ગોળીબારો થયા હતા. સોમવારે બે નકસલીઓ માર્યા ગયા હતા. બે રાઈફલો જપ્ત કરાઈ હતી. બે શકમંદ નકસલીઓને પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા હતા.