(એજન્સી) મુંબઈ, તા.૪
મુંબઈમાં સહયાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે પવિત્ર રમઝાન માસ નિમિત્તે ૪ જૂનના રોજ યોજનાર ઈફતાર પાર્ટી સામે કેટલાક કાર્યકર્તાઓએ સરકારી ગેસ્ટ હાઉસનો દુરપયોગ કરવા સામે પ્રશ્નો ઉઠાવીને વિવાદ ઊભો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે માલાબાર હિલ ખાતેના સહયાદ્રી ગેસ્ટ હાઉસમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની સહયોગી સંસ્થા રાષ્ટ્રીય મુસ્લિમ મંચ (આરએમએમ) દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આરએમએમએ દાવો કર્યો કે આ કોઈ સ્પેશિયલ ઈફતાર પાર્ટી નથી પરંતુ રાજ્ય લઘુમતી કલ્યાણ વિભાગો દ્વારા મીટિંગ બોલાવવા આવી છે.
રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ) એક્ટિવિસ્ટ શકીલ અહેમદ શેખ અને ધારાસભ્ય આદિલ ખત્રીએ મુખ્યમંત્રી ફડણવીસ અને રાજ્યપાલને રાજ્યના ગેસ્ટ હાઉસના દૂરપયોગ અંગે પ્રશ્ન કરીને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે સરકારની જોગવાઈ ર૪ જુલાઈ ર૦૧પમાં જાહેર કરાયેલ મુજબ સરકારી ગેસ્ટ હાઉસમાં કોઈપણ જાહેર બેઠક, વર્કશોપ અથવા ભેગા ન કરવાનું જણાવવામાં આવ્યું છે. તેમણે આ અંગે પ્રોટોકોલ વિભાગની ભૂમિકાની તપાસ કરવા માગણી કરી છે. પ્રોટોકોલ વિભાગ ગેસ્ટ હાઉસની દેખરેખ કરે છે અને તેણે આરએમેએમને ઈફતાર પાર્ટી યોજવા માટે કેમ પરવાનગી આપી તેવો જવાબ માંગ્યો છે. પત્રમાં શેખે આરોપ મૂક્યો છે કે મુસ્લિમોનું સમર્થન મેળવવા ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી પાસે ફરિયાદની કાર્યવાહી માટે અપેક્ષા નથી પરંતુ રાજ્યપાલ ત્વરિત પગલાં લેશે તેવી આશા છે.
બીજી તરફ આરએમએમનું કહેવું છે કે આ મીટિંગ લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા બૌદ્ધ, જૈન, ક્રિશ્ચિયન જેવા લઘુમતી સમુદાયના કલ્યાણ માટેની યોજનાઓ અંગે ચર્ચા કરવા આ બેઠક યોજવામાં આવી હતી.