(એજન્સી) તા.ર૮
બિહારના ગયામાં રમઝાનના પવિત્ર મહિનામાં શરમજનક ઘટના સામે આવી છે. મસ્જિદમાં એસી પાસે બેસવા અંગેથી શરુ થયેલા ઝઘડામાં બે સગા ભાઇઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. મીડિયાના અહેવાલો અનુસાર ઘટના સોમવારની જણાવાઇ છે. ગત ૧૮ મેના રોજ તરાવીહના સમયે મસ્જિદમાં એસી નજીક બેસવા અંગે નબીલ અને અરબાબ બંને ભાઇઓ સાથે ઝઘડો થયો હતો. જોકે તે સમયે મસ્જિદમાં હાજર લોકોએ ઝઘડાને સમાપ્ત કરી દીધો હતો. પરંતુ શાહરુખ, શન્નૂ નામના બીજા પક્ષે આ ઝઘડાનો બદલો લેવાનું વિચારી લીધું હતુંં. જેમાં તેના પિતાએ પણ તેમને ભરપૂર ટેકો આપ્યો હતો. ગત સોમવારે વ્હાઇટ હાઉસ કમ્પાઉન્ડમાં ઇફ્તારથી દસ મિનિટ પહેલા ૧૦-૧પ લોકોના ટોળા સાથે આ બંને ભાઇઓ ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન વસી અહેમદ ખાનના બંને દીકરા નબીલ ખાન(૧૮) અને અરબાબ ખાન(ર૦) સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમના પર લાઠી-દંડા, હોકી સ્ટિક ઉપરાંત લોખંડના રોડથી હુમલા કરાયા હતા. જોકે બંને દીકરાને બચાવવામાં તેમને માતા-પિતા પણ ઘવાયા હતા. જોકે બાદમાં ગંભીર રીતે ઘવાયેલા બંને ભાઇઓને તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવાર(ર૬ મે ર૦૧૮)ના રોજ સાંજે એક યુવક(૧૮)નું મોત નીપજ્યું હતુંં.