લીડ્‌સ, તા.પ
અફઘાનિસ્તાનના યુવા વિકેટકીપર બેટ્‌સમેન ઈકરામ અલી ખિલે ૧૮ વર્ષની ઉંમરમાં આઈસીસી વિશ્વકપમાં સૌથી મોટી ઈનિંગ રમવાના મામલામાં ભારતીય દિગ્ગજ સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડી ખુશ છે શ્રીલંકાના દિગ્ગજ સંગાકારાના પદચિન્હ ચાલવા માંગતો ઈકરામે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ગુરૂવારે રાત્રે ૯ર બોલમાં ૮૬ રનની ઈનિંગ રમી તેન્ડુલકરનો ર૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો તેન્ડુલકરે ૧૮ વર્ષની ઉંમરમાં ૧૯૯ર વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ૮૪ રન બનાવ્યા હતા આ વિકેટકીપર બેટ્‌સમેન કહ્યું તેન્ડુલકર જેવા મહાન ખેલાડીનો રેકોર્ડ તોડવો ગર્વની વાત છે હું આનાથી ઘણો ખુશ છું ઈકરામે જો કે સ્વીકાર કર્યો કે તેન્ડુલકરના બદલે તેનો આદર્શ ખેલાડી સંગાકારા છે તેણે કહ્યું કે, હું જ્યારે પણ બેટિંગ કરું છું મારા મગજમાં સંગાકારા હોય છે.