(એજન્સી) તા.૯
ઓસ્ટ્રિયાના ચાન્સેલર કહ્યું હતુંં કે હાલમાં દેશમાં તુર્કીની મદદથી નિર્માણ પામનારી ૭ મસ્જિદોને બંધ કરી દેવામાં આવશે અને ત્યાંના ધર્મગુરુઓ(ઈમામો)ને પણ દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જે શુક્રવારે તેમના એક નિવેદનમાં કહ્યું હતુંં કે વિયેના આ નગરની ૭ મસ્જિદોને બંધ કરવા અને તેમાં નમાઝ પઢનારાઓને દેશથી બહાર કાઢી મૂકવાનો ઇરાદો ધરાવે છે. ઓસ્ટ્રિયાના ચાન્સેલરે કહ્યું કે વિયેનાની એક મસ્જિદને બંધ કરી દેવાઇ છે અને જે કટ્ટરપંથી સંગઠન એ મસ્જિદની દેખરેખ કરે છે તેની દેખરેખમાં વિયેનાની ૬ અન્ય મસ્જિદો પણ છે જેને બંધ કરી દેવામાં આવશે અને સંગઠનને રદ કરી દેવામાં આવશે. ર૦૧પમાં બનનાર એક કાયદા અનુસાર વિયેનાના ધાર્મિક સ્થળો પર વિદેશથી આર્થિક મદદ લેવાનો પ્રતિબંધ છે. વિયેનાના ગૃહમંત્રીએ પણ કહ્યું કે તેમનું મંત્રાલય વિયેનામાં હાજર એવા ૬૦ ઇમામોના વિઝા ચકાસી રહ્યું છે જે એટીઆઇબીના નિરીક્ષણ હેઠળ છે. તે ઉપરાંત ઓસ્ટ્રિયાની સરકાર, તુર્કી સાથે સંબંધિત મસ્જિદો વિશે વ્યાપક તપાસને કારણે એ ચિત્રો પણ રજૂ કરી રહી છે જેમાં કેટલાક બાળકો મસ્જિદોમાં ગેલીપુલી યુદ્ધની યાદ મનાવતા દેખાઇ રહ્યાં છે. ગેલીપુલી યુદ્ધ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઓટોમન સામ્રાજ્ય અને બ્રિટન, ફ્રાન્સ તથા ઓસ્ટ્રિયા તથા ન્યૂઝીલેન્ડની સંયુક્ત સેના વચ્ચે ડેરડેનલ સ્ટ્રેપમાં થયું હતુંં. આ લડાઈ છ મહિના ચાલી હતી અને અંતે ડિસેમ્બર ૧૯૧પમાં ઓટોમન સામ્રાજ્યના વિજય સાથે ખત્મ થઇ ગયું હતુંં. ઓસ્ટ્રિયા ન્યૂઝીલેન્ડ અને તુર્કી સહિત અનેક દેશોમાં આ યુદ્ધની યાદ મનાવાય છે. નવા વર્ષની શરુઆતમાં ફિલ્ટર વીકલી નામની એક મેગેઝીનમાં મસ્જિદમાં સૈનિક યુનિફોર્મમાં બાળકોના ફોટા છપાયા હતા. જેમણે પોતાના હાથમાં તુર્કીના ઝંડા રાખ્યા હતા. જોકે આ નિર્ણય સામે આકરો રોષ વ્યક્ત કરતાં તુર્કીના વિદેશમંત્રી મેવલૂત કોવાસોગ્લુએ કહ્યું હતુંં કે ઓસ્ટ્રિયાના ચાન્સેલર તરફથી કેટલીક મસ્જિદો બંધ કરવાનો નિર્ણય ઇસ્લામિક શત્રુતા દર્શાવે છે. તેમણે કહ્યું કે ઇસ્લામ વિરોધી અને જાતિવાદી નેતા, યુરોપને ઘાતક પરિણામો તરફ ઢસડી જઇ રહ્યાં છે.
ઓસ્ટ્રિયામાં ૭ મસ્જિદ બંધ કરતાં તૂર્કીએ ઝાટકણી કાઢી
તૂર્કીએ ઓસ્ટ્રિયાના સાત મસ્જિદ બંધ કરવાના અને ૪૦ ઈમામોને બરતરફ કરવાના નિર્ણયની ઝાટકણી કાઢી છે. આ મસ્જિદોને વિદેશમાંથી આર્થિક મદદ મળી રહી હતી. તૂર્કીના વિદેશ મંત્રાલય મુજબ, તૂર્કીએ ઓસ્ટ્રિયાના નેતાઓ, ખાસ કરીને ચાન્સેલર સેબાસ્ટિયન ક્રૂજની વંશવાદી, ઈસ્લામોફોબિયા અને જિનોપોબિયાના નિરાકરણને બદલે એનું રાજકીય હિત સાધવાના પગલાંને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. એમણે કહ્યું કે, આવી હરકતો ઈસ્લામ ધર્મથી ડર પેદા કરનારી, વંશીય હિંસા અને ભેદભાવ ભરેલી છે. તૂર્કીના નાયબ વડાપ્રધાન બેકિર બોજડણે ઓસ્ટ્રિયાના આ પગલાંને અસ્વીકાર્ય ગણાવતા કહ્યું કે, ઓસ્ટ્રિયાનું આ પગલું ધર્મની સ્વતંત્રતાને નષ્ટ કરી દેશે. તૂર્કીના વિદેશમંત્રી મેવલુત કાવસોગ્લૂએ શુક્રવારે આ પ્રકારના અન્યાય વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અને તૂર્કીના અધિકારોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
Recent Comments