(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૭
પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવશે એમ પાકિસ્તાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો.મોહમ્મદ ફૈસલના હવાલાથી અહેવાલમાં જણાવાયું હતું. વર્ષ ર૦૧૬માં ઉરી હુમલા બાદ ભારત સહિત તમામ દેશોએ પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનનો બહિષ્કાર કર્યો હતો. આવામાં પાકિસ્તાન હવે સંમેલનને સફળ બનાવવા કોઈ કચાશ મૂકવા માંગતું નથી. અહેવાલ મુજબ ડો.ફૈસલે જણાવ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાને પીએમ મોદીના પત્રના જવાબમાં કહ્યું હતું કે ભારત તેની તરફ એક ડગલું ભરશે તો તે બે ડગલા આગળ વધશે. ઈમરાન ખાને કહ્યું કે તેઓ તમામ મુદ્દાઓને ઉકેલ લાવવામાં વિશ્વાસ ધરાવે છે. ફૈસલે કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શીખ સમુદાયના લોકો માટે કરતારપુર કોરિડોર વિઝા ફ્રી રાખવામાં આવ્યા છે. આ કોરિડોર ૬ મહિનામાં પૂર્ણ થશે પરંતુ કરતારપુર કોરિડરોનું ઉદ્‌ઘાટન પાકિસ્તાન માટે સફળતાની બાબત છે. એમણે કહ્યું કે પાકિસ્તાન કશું જ છૂપાવતું નથી. કવરેજ માટે તેમણે ભારતીય મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ફૈસલે કહ્યું કે આજના સમયમાં રાજનીતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. હવે નાગરિકોની ભાવનાઓ અને ઈચ્છાઓ અનુસાર નીતિઓ બને છે.