નવી દિલ્હી,તા.૮
ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝ હરાવવાનુ કારનામુ કરીને વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે.કોહલી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે અને તેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન પણ સામેલ છે.ઈમરાન ખાને કોહલીને અભિનંદન આપતા કહ્યુ હતુ કે ભારતીય ઉપમહાદ્વીપની ટીમ દ્વારા પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝ જીતવા બદલ વિરાટ કોહલી અને ભારતીય ટીમને અભિનંદન.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ અભિનંદન આપતા કહ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હંમેશા કઠીન હોય છે, ભારતની ટીમ સારુ રમી છે અને આખી સિરિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમને દબાણમાં રાખી હતી.