(એજન્સી) રિયાધ, તા.૨૪
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું કે અમેરિકામાં ૯/૧૧ના હુમલા બાદ અમેરિકા સાથે જોડાઇને પાકિસ્તાને સૌથી મોટી મુર્ખામીઓમાંની એક મુર્ખામી કરી હતી. તેમણે કહ્યું કે અગાઉની સરકારો જે કરી શકતી ન હતી, તેના માટે સંકલ્પ કરવો જોઇતો ન હતો. અમેરિકન થિંક ટેન્ક કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્સ (સીએફઆર)માં ઇમરાને કહ્યું કે કાશ્મીરમાંથી કરફ્યુ ઉઠાવી લેવા ભારતને અરજ કરવા માટે આંતર રાષ્ટ્રીય સમુદાય પાસેથી તેમને કોઇ અપેક્ષા નથી. એક પ્રશ્નના જવાબમાં ઇમરાનખાને જણાવ્યું કે તેમણે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને નવેસરથી દ્વિપક્ષીય મંત્રણાઓ શરૂ કરવાની અરજ કરી હતી અને તેમની સરકારે ભારતમાં ચૂંટણીઓ પુરી થઇ ત્યાં સુધી મંત્રણા પુનઃશરૂ થવાની રાહ જોઇ હતી પરંતુ ત્યાર પછી તેમની સરકારને લાગ્યું કે ભારત અમને નાદાર થવા માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફએટીએફ)ની બ્લેક લિસ્ટમાં ધકેલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે કલમ ૩૭૦ રદ કરીને ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઠરાવો અને શિમલા કરાર તેમ જ તેના પોતાના બંધારણને નેવે મૂકી દીધા છે. ઇમરાનખાને જણાવ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર મુદ્દા અંગે તેની ભૂમિકા ભજવવાનો અનુરોધ કરશે. અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે એવી ટિપ્પણી કરી હતી કે તેઓ પાકિસ્તાનને બધા દેશોમાં સૌથી ખતરનાક ગણે છે. મેટિસની આ ટિપ્પણી વિશે પૂછવામાં આવતા ઇમરાનખાને જણાવ્યું કે પાકિસ્તાન શા માટે કટ્ટર બન્યું, એ બાબત મેટિસ સંપૂર્ણપણે સમજ્યા હોવાનું મને નથી લાગતું. તેમણે કહ્યું કે ૯/૧૧ હુમલા બાદ અમેરિકાની પડખે ઊભું રહેવાની અમારી સૌથી મોટી ભૂલ હતી. તેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું. ટ્રમ્પની તરફ ઇશારો કરતા ઇમરાને કહ્યું કે વર્લ્ડ લીડર એ નથી સમજતા કે પાકિસ્તાનમાં કટ્ટરતા કેવી રીતે આવી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ૧૯૮૦મા અમેરિકાની મદદથી સોવિયત સંઘની વિરૂદ્ધ જેહાદ છેડ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકાની મદદથી ૈંજીૈં એ દુનિયાભરના મુસ્લિમ દેશોમાંથી આતંકીઓને બોલાવીને ટ્રેનિંગ આપી જેથી કરીને તેઓ સોવિયત યુનિયનની વિરૂદ્ધ જેહાદ કરી શકે. ઇમરાને કહ્યું કે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ રોનલ્ડ રીગને તેમને વોશિંગ્ટન બોલાવ્યા હતા અને તેમના ભારે વખાણ કર્યા હતા.
૯/૧૧ બાદ અમેરિકા સાથે જોડાવાની પાકિસ્તાનની સૌથી મોટી મૂર્ખામીઓમાંની એક હતી : ઇમરાનખાન

Recent Comments