(એજન્સી) ન્યુયોર્ક, તા.ર૪
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જણાવ્યું છે કે, તેમના દેશને પુલવામા હુમલા માટે બિનજરૂરી દોષિત બતાવાય છે જેના કારણે બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો હતો તેમ સમા ટીવી રિપોર્ટમાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે પુલવામા હુમલાને અંજામ આપનાર કાશ્મીરી યુવક હતો જે સલામતી દળોના અત્યાચારોથી કટ્ટરવાદી બન્યો હતો. આત્મઘાતી કાશ્મીરી યુવકે પોતાની જાતને ઉડાવી દીધી હતી. કાશ્મીરમાં પણ જૈશે મોહમ્મદ જૂથ સક્રિય છે. ખાને વોશિંગ્ટન ખાતે યુએસ ઈન્સ્ટીટયુટ ઓફ પીસની બેઠકમાં આ વાત કરી હતી. ઈમરાનખાને કહ્યું કે, પાકિસ્તાનમાં કોઈ સશસ્ત્ર આતંકવાદી જૂથોએ મંજૂરી નહીં અપાય. અમે સહન કર્યું છે. અમારી સ્થિતિ ખરાબ બની છે જેના કારણે રોકાણ અટક્યું છે. દેશમાં અસ્થિરતા આવી છે. પુલવામા હુમલા પહેલાં પણ પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓના શસ્ત્ર છીનવી લેવાયો હતો. આ દેશના હિતમાં છે જ્યાં ઘણા બધા આતંકવાદી જૂથો સક્રિય છે સેના તેમનો મુકાબલો કરે છે.