(એજન્સી) તા.૧૧
પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈકમિશનર અજય બિસારિયાએ શુક્રવારે પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાનખાન સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના અઠવાડિયા પહેલાં ઈમરાનખાનના નિવાસસ્થાને આ મુલાકાત યોજાઈ હતી. ગયા મહિને સામાન્ય ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી ઈમરાનખાન ૧૮ ઓગસ્ટે શપથ લેશે. આ બેઠકમાં ઈમરાનની પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. બિસારિયાએ ઈમરાનને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ હસ્તાક્ષર કરેલો બેટ ભેટમાં આપ્યો હતો. લગભગ અડધા કલાક ચાલેલી આ બેઠકમાં ભારતીય હાઈકમિશનરે આતંકવાદ અને સીમા પારથી ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર ભારતની ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે ખાને કાશ્મીર મુદ્દાના ઉકેલ પર ભાર મૂકયો હતો.