ગાંધીનગર, તા.ર૪
ભારતના બંધારણની જોગવાઈઓ મુજબ રાજ્યામાં વસતા તમામ લોકોના જાન-માલના રક્ષણ અને કલ્યાકણ માટેની જવાબદારી રાજ્યી સરકારની છે. રાજ્યમાં વસતા બધા જ લોકો શાંતિ અને કોમી એખલાસથી રહે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોમવાદી, અસામાજિક અને ગુંડા તત્ત્વોનું જોર વધતું જતું જોવા મળ્યું છે. આવા કોમવાદી તત્ત્વો પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજ્યમાં શાંતિ રહે તે ઈચ્છતા નથી અને કોઈને કોઈ બહાના હેઠળ લઘુમતી કોમના લોકો સાથે કોઈપણ બહાને ઘર્ષણ ઊભું કરીને, લઘુમતી કોમના લોકો ઉપર હુમલા કરી, હિંસા આચરી, તેમના જાન-માલને નુકસાન પહોંચાડતા હોય છે. આવા તત્ત્વોને પોલીસ, વહીવટી તંત્ર અને કેટલાક રાજકીય લોકો તરફથી રક્ષણ મળે છે, જેના કારણે આવા તત્ત્વો બેફામ બન્યા છે, જેથી રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ડહોળાઈ જાય છે, લોકોના ધંધા-રોજગાર બંધ થઈ જાય છે અને રાજ્ય અને લોકોનો વિકાસ અવરોધાય છે. આના કારણે દેશ અને રાજ્યનું નામ પણ બદનામ થાય છે. આવા તત્ત્વોને પોલીસ અને વહીવટીતંત્ર સારી રીતે ઓળખે છે પરંતુ તેમની રાજકીય પહોંચના કારણે તેમની સામે કાર્યવાહી થઈ શકતી નથી. ત્યારે શાંતિ અને સલામતી જોખમાય તેવા બનાવો બને ત્યારે જે-તે જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને જવાબદાર ગણીને તાકીદે સસ્પેન્ડ કરી તેમની સામે કડક પગલા ભરવા જોઈએ અને વિધાનસભામાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું. વિધાનસભામાં લઘુમતીઓ પર હુમલા કનારાઓને પોલીસ અને રાજકીય રક્ષણ મળતુ હોવાનું ધારાસભ્ય ખેડાવાલાએ કહેતા ભાજપના સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો. વિધાનસભા ગૃહમાં બુધવારે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ નામનું બિનસરકારી વિધેયક રજૂ કર્યું હતું. વિધેયક રજૂ કરતા ધારાસભ્ય ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશ અને દુનિયામાં વિકાસશીલ રાજ્યહ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ઊભું કરવું જરૂરી બને છે. શાંતિ જોખમાય તેવા બનાવોમાં સામેલ અસામાજિક તત્ત્વોને પકડીને તેમને સાત વર્ષ સુધીની કેદની સજા કરવી જોઈએ, જેથી આવા તત્ત્વોની હિંમત વધશે નહીં અને ભવિષ્યોમાં આવું કરતા અટકશે. કોમી હિંસામાં જેનું મૃત્યુ થયું હોય તેમના પરિવારજનોને પાંચ લાખની સહાય અને મિલ્ક તને નુકસાન થયું હોય તેમને પૂરતું વળતર ચૂકવવું જોઈએ. આજે સમગ્ર દેશમાં મોબ-લીંચીંગના બનાવો વ્યા,પક પ્રમાણમાં બની રહ્યા છે તેવા બનાવો ગુજરાતમાં ન બને તથા ગત વર્ષે છત્રાલ ગામે અને આ વર્ષે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજ્યુના અન્યચ ભાગોમાં કોમી હિંસા થઈ છે તેવા બનાવો ભવિષ્યનમાં ન બને તે માટે સરકારે ખાસ તકેદારી રાખવી પડશે. રાજ્યામાં ગાયોની કતલ રોકવા, અશાંત ધારા હેઠળ સજા કરવા, આર.ટી.ઓ.ના નિયમોના ભંગ બદલ કાયદાઓ બનાવ્યાા છે તેવી રીતે મોબ-લીંચીંગની ઘટનાઓ અટકાવવા માટે જેની-તેની જવાબદારી નક્કી કરી તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ વિધેયકની ચર્ચામાં ભાગ લેતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, દેશભરમાં મોબલિંચિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. આવા સમયે સદ્નસીબે આપણા રાજ્યમાં અપવાદરૂપ સામાન્ય ઘટનાઓ સિવાય કોઈ મોટી ઘટના બની નથી ત્યારે રાજ્યની ભાજપ સરકારે આવી ઘટનાઓ ન બને તે માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અને ઉત્તરપ્રદેશના વિધિ પંચના સૂચન મુજબ ગુજરાતમાં પણ મોબલિંચિંગનો કાયદો કડક બનાવી રાજ્યમાં શાંતિ અને સલામતીની સ્થિતિને સુનિશ્ચિત કરવી જોઈએ. તેવી માગણી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં કરી હતી.
લઘુમતીઓના સર્વાંગી વિકાસ માટે લઘુમતી કમિશન બનાવો
ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, લઘુમતી લોકોના જાન-માલના રક્ષણ ઉપરાંત લઘુમતી લોકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ-વિકાસના કામો માટે કેન્દ્રોમાં જેમ અલગ મંત્રાલય છે તેમ રાજ્યમાં પણ અલગ લઘુમતી કલ્યાણ મંત્રાલય ઊભું કરવું જોઈએ. અલગ મંત્રાલય બનવાથી વડાપ્રધાનના ૧પ મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં લઘુમતી લોકોના ઉત્કર્ષના કામો હાથ ધરાશે અને સચ્ચર સમિતિની ભલામણોનો પણ અમલ થશે. લઘુમતીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત લઘુમતી કમિશન પણ ઊભુ કરવું. આવી કાર્યવાહી સરકારના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ સૂત્ર સાર્થક થશે.
Recent Comments