સમગ્ર મુસ્લિમ વિશ્વમાં અરાજકતા ફેલાયેલી છે ત્યારે અનૈતિક અને કટ્ટરવાદી પરિબળો રાત-દિન નિર્દોષ લોકોના લોહી વહાવવામાં વ્યસ્ત છે. તેમના આ કૃત્ય બદલ શું આપણે શાબાશી આપવી જોઈએ ? ના… ચોક્કસપણે તેમને વખોડવા જ રહ્યા.

અફઘાનિસ્તાનના કાબુલમાં સરકારી સુરક્ષા મકાન પાસે થયેલા આત્મઘાતી વિસ્ફોટ બાદ તેની નજીક આવેલ ચાની દુકાનમાં નાસ્તાની પ્લેટ, ચાની પ્યાલીઓ અને કીટલી નજરે પડી રહી છે. આ તસવીર જોતાં તેવું લાગે છે કે તે વિસ્ફોટ એટલો તીવ્ર હશે કે  લોકો પોતાના કામ પડતાં મૂકીને પોતાનો જીવ બચાવવા નાસ્યા હશે.