ભાવનગર, તા.૧૯
ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ ઈન્કમટેક્સ વિભાગના કાફલા દ્વારા શીપબ્રેકરો, ઉદ્યોગકારો તથા બિલ્ડરો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ભાવનગર શહેરના શીપબ્રેકર, ઉદ્યોગકારો વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે ઈન્કમટેક્સ વિભાગનો મોટો કાફલો વિવિધ સ્થળે પહોંચ્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમે શહેરના માધવ દર્શન, વાઘાવાડી રોડ, રૂપાણી સર્કલ, શિશુવિહાર સહિતના વિસ્તારમાં આવેલ શીપબ્રેકર, ઉદ્યોગકારોની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.
ઈન્કમટેક્સ વિભાગના મેગા સર્ચ ઓપરેશનના પગલે શહેરના શીપબ્રેકરો, ઉદ્યોગકારો, આંગડિયા પેઢી ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.