(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
ચૂંટણી કમિશનર અશોક લાવાસાએ આ વર્ષે યોજાયેલ લોકસભાની ચૂંટણી દરમ્યાન વડાપ્રધાન મોદી અને અમિત શાહને ચૂંટણી આદર્શસંહિતાના ઉલ્લંઘન બદલ ક્લિનચીટ આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમના પત્નીને ઈન્કમટેક્ષ વિભાગે આવક અને ટેક્ષમાં ગરબડ બદલ નોટિસ પાઠવી છે.
ચૂંટણી કમિશનર લાવાસાના પત્ની નોવેલ લાવાસાએ કહ્યું કે તેમણે રીટર્નમાં તમામ આવક જાહેર કરી પુરતો ટેક્ષ ભર્યો છે.
ચૂંટણી કમિશનર અશોક લાવાસાએ મોદી-શાહ સામે ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી માટે મુખ્ય ચૂંટણી કમિશનરને કડક ભાષામાં પત્ર લખ્યો હતો. લાવાસાના વિરોધ છતાં મુખ્ય ચૂંટણી કમિશનરે મોદી-શાહને ક્લિનચીટ આપી હતી. મોદીએ વર્ધાની જાહેરસભામાં કોંગ્રેસને હિન્દુ વિરોધી બતાવી હતી. ત્યારબાદ કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી. દરમ્યાન ચૂંટણી કમિશનર લાવાસાના પત્નીને ઈન્કમ ટેક્ષની નોટિસ મળતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.