(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સીમા પર ચીન સાથે ડોકલામ વિવાદ બાદ પ્રથમવાર દિલ્હીમાં આર્મી કમાન્ડરોની મીટિંગ દરમિયાન સેના પ્રમુખ જનરલ બિપિને કહ્યું કે, ભારતીય સેનાને દરેક સમયે કોઈપણ પરિસ્થિતિમાંથી નિપટવા તૈયાર રહેવું પડશે. બેઠક દરમિયાન સેના પ્રમુખ જનરલ રાવતે કહ્યું કે, બોર્ડરની આજુબાજુ રોડ બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. ખાસ કરીને બોર્ડર પર ઈન્ફાસ્ટ્રકચરનું કામ ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. આને માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે બીઆરઓથી વધારે પૈસા જારી કરવામાં આવ્યા છે જેથી કામ સમય રહેતા પૂરું કરવામાં આવી શકે. જનરલ રાવતે કહ્યું કે આની સાથે જ ર૦ર૦ સુધી સેન્ટ્રલ સેક્ટરમાં ચાર પાસ તૈયાર કરવાના કામ પર જોર આપવામાં આવી રહ્યું છે. આ પાસ નીતિ, થાંગલા વન, લિયુલેખ અને સાંગચોકલા છે. આ ચારેય મુખ્ય પાસ હિમાચલ અને ઉત્તરાખંડમાં છે અને ચીનની સીમાની પાસે છે. ગત ૧પ વર્ષોમાં કુલ ૭૩માં હમણાં સુધી ર૭ સ્ટ્રેટેજિક ઓલ-વેધર રોડનું નિર્માણ થયું છે. કુલ ૪,૯૪૩માંથી હમણાં સુધી ૯૬૩ કિ.મી. સુધીનું કામ થયું છે. આ ઉપરાંત લાંબા સમયથી પ્રસ્તાવિત પશ્ચિમ અને પૂર્વી મોરચાઓ પર ૧૪ રણનીતિક રેલવે લાઈનોનું નિર્માણ પણ હમણા સુધી ચાલુ નથી થયું. જનરલ રાવતે આગળ જણાવ્યું કે સરહદ પર ભારતનું ઈન્ફાસ્ટ્રકચર ખરાબ હોવાને કારણે આજે ચીને ત્યાં રેલવે, હાઈવે, મેટલ-ટોર રોડ, એરબી અને ઘણા અલગ અલગ સ્ટ્રકચરો તૈયાર કર્યા છે. ચીને તિબેટ પર કબજો કર્યા બાદ ઈન્ફાસ્ટ્રક્ટરમાં ખૂબ જ આગળ નીકળી ગયું છે. ભારતમાં ચીનની સાથે સરહદ ૪,૦પ૭ કિ.મી. જેટલી લાંબી છે પુરતા ઈન્ફાસ્ટ્રકચરના અભાવને ચીન ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું છે.