નવી દિલ્હી, તા.રપ
ભારત આગામી વર્ષ મહિલા વિશ્વ ચેમ્પિયનશીપ ઉપરાંત ર૦ર૧માં પહેલીવાર પુરૂષ વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની કરશે જે એક સમયે પ્રશાસનિક પરેશાનીઓ સામે ઝઝૂમી રહેલી રમતો માટે એક મોટી સિદ્ધિ છે. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘ (એઆઈબીએ)એ મોસ્કોમાં પોતાની કાર્યકારી સમિતિની બે દિવસીય બેઠક બાદ આ જાહેરાત કરી છે એઆઈબીએ અધ્યક્ષ ડૉ.ચિંગ કુઆ વુએ એક નિવેદનમાં કહ્યું કે આ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે પુરૂષ વિશ્વ ચેમ્પિયનશીપ ર૦૧૯માં …….માં થશે અને અમે ખૂબ જ પ્રસન્નતા સાથે એ પણ જાહેર કરીએ છીએ કે નવી દિલ્હી ર૦ર૧ની ચેમ્પિનશીપની યજમાની કરશે કારણ કે ભારતીય બોક્સિંગ મહાસંઘે રમતના વિકાસ માટે કયારેય પુરૂષ વિશ્વ ચેમ્પિયનશીપની યજમાની કરી નથી પણ ભારતે ર૦૦૬માં મહિલા ચેમ્પિયનશીપની યજમાની કરી હતી. ભારતે જે મુખ્ય બોક્સિંગ ટુર્નામેન્ટની યજમાની કરી છે તેમાં ૧૯૯૦માં મુંબઈમાં રમાયેલ વિશ્વકપ છે અને ર૦૧૦માં નવી દિલ્હીમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સ છે.