ભારત અને પાકિસ્તાન વચ્ચે સુરક્ષાને લગતી રમત અપારદર્શક હોઈ એવું લાગી રહ્યું છે. સામાન્યતઃ અંકુશ રેખા પર આતંકી અડ્ડાઓ પર ભારતના સર્જિકલ હુમલાનો પાકિસ્તાન તરફથી વળતી પ્રક્રિયા નહીં તો ઓછામાં ઓછો વિરોધ થવો જોઈતો હતો તેના બદલે પાકિસ્તાન હુમલા થયાની વાતનો જ ઈન્કાર કરી રહ્યું છે અને ભારત તરફથી કોઈ સર્જિકલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું નથી એવા પોતાના દાવાના સમર્થનમાં  પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય પત્રકારોને એલઓસી પર લઈ ગયું હતું. ત્રાસવાદ અને સર્જિકલ હુમલા એ કોઈ હસવાની વાત નથી, પરંતુ પાકિસ્તાન પત્રકાર ગુલબુખારીએ સર્જિકલ હુમલાના મામલે બંને દેશો વચ્ચે જે અનિશ્ચિતતા અને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે તેનું યોગ્ય રીતે બ્યાન કર્યું છે. તેઓ જણાવે છે કે પાકિસ્તાન ભારતીય દળોએ સર્જિકલ હુમલાના ભાગરૂપે અંકુશરેખા ઓળંગી હોવાનો ઈન્કાર કરી રહ્યું છે તો સામે ભારત એવો દાવો કરી રહ્યું છે કે સર્જિકલ હુમલા કરવામાં આવ્યા છે અને ભારતનો એક સૈનિક હજુ પણ તેમની કસ્ટડીમાં છે. આ સ્થિતિએ એક રસપ્રદ વિડંબના ઊભી કરી છે. પાકિસ્તાન ભારતે કોઈ હુમલા કર્યા નથી એવા પોતાના વલણને વળગી રહેવા એ વાતનો સ્વીકાર કરવો પડશે કે આ ભારતીય જવાન ભૂલથી અંકુશ રેખા ઓળંગી ગયો હતો. ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન લેફટનન્ટ જનરલ રણવીરસિંહે વાસ્તવમાં જણાવ્યું હતું કે, સર્જિકલ હુમલા અંકુશ રેખા પર આતંકી છાવણીઓ પર હાથ ધરવામાં આવ્યા હતા અને તેના પગલે આતંકીઓ અને કેટલાક પાકિસ્તાની સૈનિકોની ભારે ખુવારી થઈ  છે. લેફટનન્ટ જનરલ રણવીરસિંહના આ સત્તાવાર નિવેદન બાદ  રાજ્યકક્ષાના માહિતી પ્રધાન રાજ્યવર્ધન રાઠોરે એવો દાવો કર્યો હતો કે એલઓસી ઓળંગવા માટે કોઈ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને કોઈ હવાઈ હુમલા કરવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત ડીજીએમઓ દ્વારા  લક્ષ્યાંકોની સંખ્યા કે ખુવારીની સંખ્યા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. સર્જિકલ હુમલામાં સર્વગ્રાહી વિગતો પણ આપવામાં આવી નથી અને તે જોતાં પાકિસ્તાન પર સર્જિકલ હુમલા કરવાના ભારતના દાવા સામે અનેક પ્રશ્નો ઊભા થયાં છે.

સુરક્ષા સામે કોઈ બાંધછોડ નહીં

સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ ઊભો થયો છે કે સરકારે જાહેર પરિક્ષેત્રોમાં મહત્ત્વની વિગતો સામે સત્તાવાર રીતે જાહેર શા માટે કરી નથી  ? કદાચ એક કારણ એ હોઈ શકે કે વિગતો જાહેર કરવાથી પાકિસ્તાન વળતી પ્રતિક્રિયા આપે અને એ ડરથી કદાચ વિગતો  જાહેર કરી નહીં હોય પરંતુ જો એ વાતની ચિંતા હોય તો પછી ભારતીય મીડિયામાં આ હુમલા અંગે અતિશયોક્તિભર્યા અહેવાલો આપવા પાછળ શું કારણ હતું  ? રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો મીડિયામાં અહેવાલ રિલીઝ કરવા સામે નડતો નથી  ? બીજું ભારત સરકાર સામે ખુવારીની વિગતો જાહેર કરવા માટે કારણ નથી. કારણ કે આ અંગેની માહિતી પાકિસ્તાન પણ જાણે છે અને તેથી આ પ્રકારની માહિતી સરળતાથી જાહેર કરી શકાય છે.

વિડંબના એ વાતની છે કે પાકિસ્તાન જે બાબતથી વાકેફ છે એ આ ઓપરેશનની વિગતો જાહેર કરવાના બદલે સરકાર એવી માહિતી લીક કરી રહી છે કે પીઓકેમાં નિશાન બનાવવામાં આવેલ લશ્કરી અને ત્રાસવાદી જૂથોને આ વાતની જાણ થવી જોઈએ નહીં. ઓછામાં ઓછી સરકાર આ ઓપરેશનમાં કયા કમાન્ડોએ ભાગ લીધો હતો અથવા તો ઓપરેશન કઈ રીતે હાથ ધરવામાં આવ્યું હતું તેની સ્પષ્ટ વિગતો જાહેર કરવી જોઈએ. ખાસ કરીને કેટલીક સંવેદનશીલ બાબતો જાહેર કરી શકાય નહીં એ વાત સમજી શકાય તેમ છે. જેમ કે, સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરતાં પહેલા એલઓસી સુધી હેલિકોપ્ટર દ્વારા જે કમાન્ડોને લાવવામાં આવ્યા હતા તે અંગેની ઓપરેશનલ વિગતો જારી કરી શકાય નહીં.  આમ  માહિતી છુપાવવાથી ભારતના સર્જિકલ ઓપરેશન સામે કેટલાય સવાલો ઊભા થાય છે તેથી ભારત સરકારે સપ્ટેમ્બર ૨૯ના સર્જિકલ સ્ટ્રાઈક અંગે વધુ પારદર્શિત અભિગમ દાખવીને માહિતી જાહેર કરવી જોઈએ. ઓછામાં ઓછી જે માહિતી પાકિસ્તાન પાસે છે અને પાકિસ્તાન જાણે છે તેની વિગતો ભારત સરકારે જાહેર કરવી જોઈએ.

-સિદ્ધાર્થ વર્દરાજન

(વરિષ્ઠ પત્રકાર)