(એજન્સી) તેલ અવીવ, તા. ૭
ગુરુવારે ઈઝરાઈલના તેલ અવીવમાં યોજાયેલા પહેલી સીઈઓ ફોરમમાં ભારત અને ઈઝરાઈલી કંપનીઓ વચ્ચે સંરક્ષણ સોદાની ઉપરાંત, ૪.૩ બિલિયન ડોલરના કરારો થયાં હતા. વડાપ્રધાન મોદી અને ઈઝરાઈલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં બન્ને દેશોના લગભગ ૩૦ સીઈઓએ અર્થતંત્રને ગતિશીલ કરવા તથા રોકાણની ખાતરી આપી હતી. બિઝનેશ નેતાઓએ ૪૦ મિલિયન ડોલરના ઈનોવેશન ફંડને આખરી ઓપ આપ્યો હતો. તેમણે બન્ને સરકારોને એવી વિનંતી કરી કે મુક્ત વેપાર કરારને ફરી વાર શરૂ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ઈઝરાઈલ અને ભારત વચ્ચે સાત કરારો થયાં છે. મોદી અને સાત કરારોની ઉપરાંત બન્ને નેતાઓએ એક સંયુક્ત બયાન જારી કરીને આતંકવાદની સામે એક જોરદાર મેસેજ આપ્યો હતો. આ પહેલા બન્ને નેતાઓએ તેમના ભાષણમાં આતંકવાદ અને કટ્ટરવાદની વિરૂદ્ધમાં વાત કરી હતી. નેતન્યાહુએ ટેકનોલોજીમાં સારી ભાગીદારી માટે ૪૦ મિલિયન ડોલરના ઈનોવેશન ફંડની જાહેરાત કરી હતી. તેમણે મોદીની સહી મેક ઈન ઈન્ડીયા યોજનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઈઝરાઈલની મેક વીથ ઈન્ડીયા પોલીસી સાથે આ સુસંગત છે. બન્ને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત મહત્વનો કરાર થયો હતો. ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને વિકસીત કરવા અને શસ્ત્રોની આયાત ઘટાડવા મોદીની ઝૂંબેશને વૃદ્ધિ મળશે. ૨૦૧૮ માં ભારતમાં વાર્ષિક ટેકનોલોજી સમિટનુ આયોજન થવાનું છે જેમાં ઈઝરાઈલ ભાગીદાર દેશ બનવાનો છે.