કોટલામાં ભારત ૧૧ વર્ષ પછી હાર્યું

નવી દિલ્હી, તા.૨૦

દિલ્હીના કોટલા મેદાન પર રમાયેલી બીજી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત પર આજે જીત મેળવી હતી. આની સાથે જ વન ડે શ્રેણી ૧-૧થી બરોબર થઈ હતી. જીતવા માટેના ૨૪૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૩૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ધોનીએ ૩૯ અને જાદવે ૪૧ રન બનાવ્યા હતા. આ ઉપરાંત પંડ્યાએ પણ છેલ્લા સમયમાં લડાયક બેટીંગ કરી હતી પરંતુ આ રન પુરતા સાબિત થયા ન હતા. અગાઉ ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૨ રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ્સને ૧૧૮ રનની કેપ્ટન ઈનીંગ્સ રમી હતી. આ ઉપરાંત લાથને ૪૬ રન બનાવ્યા હતા. ૨૪૨ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવામાં પણ ભારતીય ટીમ ફ્લોપ રહી હતી. સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો રહ્યો હતો. ભારત તરફથી રોહિત શર્મા ૧૫, રહાણે ૨૮, કોહલી ૯, પાંડે ૧૯ રન કરીને આઉટ થયા હતા. નિયમિત ગાળામાં વિકેટો પડવાના પરિણામ સ્વરૂપે ભારતીય ટીમ આ મેચ જીતી શકી ન હતી. વિલિયમ્સનની બેટીંગ શાનદાર રહી હતી. વિલિયમ્સને ૧૨૮ બોલમાં ૧૪ અને એક છગ્ગા સાથે ૧૧૮ રન બનાવ્યા હતા. આ ઉપરાંત લાથમે ૪૬ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે રન બનાવ્યા હતા. ગુપ્ટીલ શૂન્ય રને આઉટ થતા સોપો પડી ગયો હતો. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના બોલરોએ શાનદાર બોલીંગ કરી હતી.  ભારત તરફથી બુમરાહ અને મિશ્રાએ ૩-૩ વિકેટો ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવે ગુપ્ટીલની કિંમતી વિકેટ ઝડપી હતી. ગુપ્ટીલ શૂન્ય રનમાં આઉટ થતા ભારતીય છાવણીમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. પ્રથમ વન ડે મેચ ભારતે જીતી હતી પરંતુ બીજી વન ડે મેચ ન્યૂઝીલેન્ડ જીતી ગયું છે. આની સાથે શ્રેણી ૧-૧થી બરોબર થઈ છે. ભારત તરફથી છેલ્લે પંડ્યાએ આશા જગાવી હતી પરંતુ તે ૩૬ રન કરીને આઉટ થયો હતો.

સ્કોરબોર્ડ

ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :

ગુપ્ટિલ  બો. યાદવ            ૦૦

લાથમ   એલબી બો. જાદવ             ૪૬

વિલિયમસન        કો. રહાણે બો. મિશ્રા            ૧૧૮

ટેલર      કો. શર્મા બો. મિશ્રા              ૨૧

એન્ડરસન            એલબી બો. મિશ્રા                ૨૧

રોન્ચી    કો. ધોની બો. પટેલ            ૦૬

સેન્ટનર અણનમ                ૦૯

ડેવિચ    કો. પટેલ બો. બુમરાહ       ૦૭

સાઉથી   બો. બુમરાહ         ૦૦

હેનરી     બો. બુમરાહ         ૦૬

બોલ્ટ     અણનમ                ૦૫

વધારાના              ૦૫

કુલ         (૫૦ ઓવરમાં ૯ વિકેટે)    ૨૪૨

પતન  : ૧-૦, ૨-૧૨૦, ૩-૧૫૮, ૪-૨૦૪, ૫-૨૧૩, ૬-૨૧૬, ૭-૨૨૪, ૮-૨૨૫, ૯-૨૩૭.

બોલિંગ : યાદવ : ૯-૦-૪૨-૧, પંડ્યા : ૯-૦-૪૫-૦, બુમરાહ : ૧૦-૦-૩૫-૩, પટેલ : ૧૦-૦-૪૯-૧, મિશ્રા : ૧૦-૦-૬૦-૩, જાદવ : ૨-૦-૧૧-૧.

ભારત ઇનિંગ્સ :

રોહિત શર્મા          કો. રોન્સી બો. બોલ્ટ           ૧૫

રહાણે     કો. એન્ડરસન બો. સાઉથી               ૨૮

કોહલી   કો. રોન્ચી બો. સેન્ટનર      ૦૯

પાંડે        રનઆઉટ             ૧૯

ધોની      કો. એન્ડ બો. સાઉથી          ૩૯

જાદવ    કો. રોન્ચી બો. હેનરી          ૪૧

પટેલ     કો. સેન્ટનર બો. ગુપ્ટિલ   ૧૭

પંડ્યા     કો.સેન્ટર બો.બોલ્ટ            ૩૬

મિશ્રા      કો. બ્રેસવેલ બો. ગુપ્ટિલ   ૦૧

ઉમેશ યાદવ        અણનમ                ૧૮

બુમરાહ બો.સાઉથી            ૦૦

વધારાના              ૧૩

કુલ         (૪૯.૩ ઓવરમાં ઓલઆઉટ)        ૨૩૬

પતન  : ૧-૨૧, ૨-૪૦, ૩-૭૨, ૪-૭૩, ૫-૧૩૯, ૬-૧૭૨, ૭-૧૮૦, ૮-૧૮૩, ૯-૨૩૨, ૧૦-૨૩૬.

બોલિંગ : હેનરી : ૧૦-૦-૫૧-૧, બોલ્ટ : ૧૦-૨-૨૫-૨, સાઉથી : ૯.૩-૦-૫૨-૩, ડેવિચ : ૯-૦-૪૮-૦, સેન્ટનર : ૧૦-૦-૪૯-૧, ગુપ્ટિલ : ૧-૦-૬-૨.