લંડન,તા.૨૮
પહેલી વખત ભારતમાં આંતરરાષ્ટ્રીયય ગુનેગારને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં ગુનેગારે પોતાની પત્ની ગીતા ઓલાખની ૧૬ નવેમ્બર ૨૦૦૯માં લંડનમાં હત્યા કરી હતી. ત્યારબાદ પોતાની પત્નીની હત્યાના દોષી હરપ્રીત ઓલાખને ૨૮ વર્ષની જેલની સજા થઇ હતી. હરપ્રીત એક એનઆરઆઈ છે જે લંડનમાં રહે છે. તે પોતાની સજા આઠ વર્ષથી લંડનની જેલમાં વિતાવી રહ્યો છે. હવે બાકીના ૨૦ વર્ષ અમૃતસરની જેલમાં વિતાવશે. હરપ્રિતને લંડનથી અમૃતસરની જેલમાં સિફ્ટ કરવામાં આવશે.
કેદીઓ પર પ્રત્યાવર્તન અધિનિયમ અંતર્ગત કેદીની ટ્રાન્સફર કરવામં આવી છે. જેના પર બ્રિટન અને ભારતના હસ્તાક્ષર થયા છે. કેદીને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પંજાબ જેલના ત્રણ અધિકારીઓ લેવા જશે. જ્યાં બ્રિટન પોલીસ પાસેથી તેની કસ્ટડી લેશે.
આ અંગે પંજાબ જેલ મંત્રી સુખવિંદર સિંહ રંધાવાનું કહેવું છે કે, જુલાઇના પહેલા સપ્તાહમાં વિદેશ મંત્રાલય સાથે વાત કરવામાં આવી હતી કે, હરપ્રીત પોતાની બાકીની સજા અમૃતસર જેલમાં વિતાવવા માંગે છે. ત્યારબાદ જરૂરી ઔપચારિકતા પુરી કરી અને યુકેની જેલને આ અંગે કોઇ વાંધો ન્હોતો. હરપ્રીતને મંગળવારે દિલ્હી લાવવામાં આવશે. જ્યાંથી તેને સીધો અમૃતસર જેલ લઇ જવામાં આવશે.