કોલકાતા, તા.ર૬
એએફસીના મહાસચિવ દાતો વિંડસરે ભારતના ફીફા અન્ડર-૧૭ વિશ્વકપના સફળ આયોજનને શાનદાર ગણાવી કહ્યું કે જે રીતે આની યજમાની કરાઈ તેનાથી વિશ્વસંસ્થા (ફીફા) ઘણી ખુશ છે. વિંડસરે કહ્યું કે અમને ફીફા તરફથી જે ફિડબેક મળ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે તે વિશ્વકપના આયોજનથી ઘણું ખુશ છે. આટલા મોટા દેશમાં વિશ્વકપનું આયોજન કરવું આસાન નથી. અમુક મુદ્દા થઈ શકે છે પણ તમે જો સકારાત્મક રીતે જુવો તો મારૂંં માનવું છે કે આ શાનદાર આયોજન રહ્યું છે. તેમણે કહ્યું કે આ ભારતીય ફૂટબોલમાં નવી શરૂઆત છે.
ભારતમાં વિશ્વ કપના સફળ આયોજનથી ફીફા ખુશ

Recent Comments