(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ભારતીય મૂળના તાંઝાનિયાના ધારાસભ્યે જણાવ્યું છે કે, ભારતમાં ગૌરક્ષા મુદ્દે તેઓ ઘણા ચિંતિત છે અને સાથે જ તેમણે દાવો પણ કર્યો છે કે, ગૌરક્ષા ભવિષ્યમાં ભારત માટે ‘નાસૂર’ બની જશે. તાંઝાનિયાની સત્તાધારી પાર્ટી ચામા ચા માપિન્ડુઝી (સીસીએમ)ના બે વખતના ચાલુ ધારાસભ્ય સલીમ હસન તુર્કીએ જણાવ્યું કે, તેમણે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. તાંઝાનિયાના પ્રતિનિધિમંડળના ભાગરૂપે પ્રથમ સંસદીય કોન્ફરન્સમાં ભાગ લેતા આખા દિવસના કાર્યક્રમમાં તુર્કીના સભ્યે પણ ભાષણ આપ્યું હતું. કાર્યક્રમની ઇતર તુર્કીએ જણાવ્યું કે, મોદી સરકાર દુનિયા અને દેશમાં જે કરી રહી છે તેના પર અમને ગર્વ છે, પરંતુ ભારત માટે એક બાબત નાસૂર છે અને તે છે ગૌરક્ષા.
તેમણે કહ્યું કે અમે ભારતમાં રહેતા નથી પરંતુ ખાસ કરીને ઇલેકટ્રોનિક મીડીયામાં જે સમાચારોમાં ઉશ્કેરણી કરીને લોકોેને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ વિશે જોઇએ છીએ તે ખરેખર ભેદભાવ છે. તુર્કીના મહાન દાદા ગુજરાતના કચ્છમાંથી ૧૮૫ વર્ષ પહેલા તાંઝાનિયા પહોંચ્યા હતા. તેમણે પુછવામાં આવ્યું કે, તમે કોન્ફરન્સમાં શા માટે આ મુદ્દો ન ઉઠાવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આના કારણે વાતાવરણ ડહોળાઇ શકે છે. મેં આ મુદ્દો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સમક્ષ ઉઠાવ્યો છે ત્યારે તેમણે કહ્યું હતું કે, આ મુદ્દાની હવે અતિશયોક્તિ થઇ રહી છે. તાજેતરમાં જ ભારતના કેટલાક વિસ્તારોમાં ગૌરક્ષકો દ્વારા કરાયેલી હિંસાને ધ્યાનમાં રાખી તુર્કીએ આ નિવેદન કર્યું છે. તેમણે આ સાથે જ તેમના દેશમાં ચામડી તથા અન્ય અસાધ્ય રોગોથી પીડાતા લોકો અંગે પણ કહ્યું કે, લોકો તેમને મારીને તેમના અંગો કામમાં આવે તે માટે પોતાને નસીબદાર માને છે. તાંઝાનિયા સરકારે આવા લોકોના જીવ લેનારાઓ માટે આકરા પગલાં લઇ રહી છે.