(એજન્સી) વિજયવાડા, તા.૧૭
ભારતના પ્રથમ ઓલિમ્પિક તરણવીર (સ્વિમર) મહેબૂબ શમશેરખાન લાંબી બીમારીને કારણે રવિવારે તેમનું નિધન થયું હતું. તેઓ ૮૭ વર્ષના હતા. શમશેર દેશના પ્રથમ તરણવીર હતા. ૧૯પ૬ મેલબોર્ન ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મેલબોર્ન રમતોમાં ર૦૦ મીટરની બટરફલાઈ અને બ્રેસ્ટસ્ટ્રોકના ઈવેન્ટમાં ચોથા સ્થાને પહોંચ્યા બાદ તેમણે એક પણ પદક ગુમાવ્યો ન હતો. ખાને ચીન વિરૂદ્ધ ૧૯૬ર અને પાકિસ્તાન વિરૂદ્ધ ૧૯૭૧ના યુદ્ધમા ભાગ લીધો હતો. ૧૯૪૬માં સેનામાં સામેલ થયા બાદ તેમણે સ્વિમીંગ શીખ્યું હતું.