નવી દિલ્હી,તા.ર
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટ્‌વેન્ટી-ર૦ મેચ જીતી સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે પણ આનાથી ભારત કરતાં વધારે પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. એવું નથી કે પાકિસ્તાનના લોકોને ભારતની જીતની ખુશી હતી પણ પાકિસ્તાનને ટ્‌વેન્ટી-ર૦માં નંબર વન બનવા માટે ટીમ ઈન્ડિયાના જીતવાની દુઆ કરી રહ્યા હતા. ભારત જેવું જ જીત્યું પાકિસ્તાનમાં ઉજવણી થવા લાગી. ટીમ ઈન્ડિયાની જીત બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની પ્રશંસક પાકિસ્તાનના નંબરવન બનવાની ઉજવણી કરવા લાગ્યા. કોઈએ ટીમ ઈન્ડિયાને અભિનંદન અપાવ્યા તો કોઈએ ટીમ ઈન્ડિયાની મઝાક ઉડાવી. ભારતના વિજયથી પાકિસ્તાન ટ્‌વેન્ટી-ર૦ રેન્કિંગમાં નંબરવન બની ગયું છે. ન્યુઝીલેન્ડ પરાજય પહેલા રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતું અને પાકિસ્તાન બીજા સ્થાને. ટીમ ઈન્ડિયા હાલ પાંચમા સ્થાને છે. જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને ત્રણેય ટ્‌વેન્ટી-ર૦ મેચ હરાવી દેશે તો ટીમ ઈન્ડિયા બીજા નંબરે આવી જશે અને પાકિસ્તાન નંબરવન જ રહેશે. ભારત જો આગામી બે મેચ હારશે તો પાકિસ્તાન ફરીથી નીચે ઉતરી જશે.