એન્ટીગુઆ, તા.૨ર
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે દ્ધિપક્ષીય ટેસ્ટ શ્રેણીની શરૂઆત થયા બાદ બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. તેમની વચ્ચે હજુ સુધી જેટલી પણ શ્રેણી રમાઇ છે. તે પૈકી બંને ટીમો જોરદાર દેકાવ કરી રહી છે. બંને ટીમો વચ્ચે વર્ષ ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદ છેલ્લી શ્રેણી વર્ષ ૨૦૧૬માં રમાઇ હતી. જેમાં ભારતે ૨-૦થી શ્રેણી જીતી લીધી હતી. આ શ્રેણીને ટેસ્ટ ચેમ્પિયનશીપ તરીકે પણ જોવામાં આવે છે. એસીઝ શ્રેણીની સાથે સાથે ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત થઇ ચૂકી છે. તમામ કેપ્ટુન માને છે કે આના કારણે ટેસ્ટ ક્રિકેટમાં રોમાંચમાં વધારો થશે. ભારતીય ટીમ આ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત આવતીકાલે રમીને કરશે પોઇન્ટ સિસ્ટમ છે. ભારતીય ટીમને સાવધાન રહેવુ પાડશે.
વિન્ડિઝમાં ટેસ્ટ શ્રેણી
વર્ષ વિજેતા અંતર
૧૯૫૨-૫૩ વિન્ડિઝ ૧-૦
૧૯૬૧-૬૨ વિન્ડિઝ ૫-૦
૧૯૭૦-૭૧ ભારત ૧-૦
૧૯૭૫-૭૬ વિન્ડિઝ ૨-૧
૧૯૮૨-૮૩ વિન્ડિઝ ૨-૦
૧૯૮૮-૮૯ વિન્ડિઝ ૩-૦
૧૯૯૬-૯૭ વિન્ડિઝ ૧-૦
૨૦૦૨ વિન્ડિઝ ૨-૧
૨૦૦૬ ભારત ૧-૦
૨૦૧૧ ભારત ૧-૦
૨૦૧૬ ભારત ૨-૦