(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સંવાદ કાર્યક્રમ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે જીએસટી, નોટબંધી, મોંઘવારી, શિક્ષણ પદ્ધતિ, બેરોજગારી, ખેડૂતો, આદિવાસીઓ, દલિતોના પ્રશ્નો સહિત વિવિધ મુદ્દે મોદી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કરેલા સંવાદના મુખ્ય અંશો નીચે મુજબ છે.
– ભારતના નાના ઉદ્યોગ ચીનને ટક્કર આપી શકે છે.
– ચીન સામે હરિફાઈ કરવી હોય તો મોટા નહીં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપો.
– ભારતનો કાપડ ઉદ્યોગ બાંગ્લાદેશ શિફટ થઈ રહ્યો છે.
– ગુજરાત સમગ્ર હિન્દુસ્તાનને રસ્તો બતાવી શકે છે, ગુજરાતની તાકાત નાના વેપારીઓ છે
– બેંકો, નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને લોન આપે.
– કોંગ્રેસ આવશે તો નાના વેપારીઓને પ્રોત્સાહિત કરશે.
– મોદીનું ધ્યાન ૧૦-૧પ ઉદ્યોગપતિઓ પર જ છે.
– રાહુલ ગાંધીએ પાટીદારનો મુદ્દો ઉઠાવી ભાજપની દુખતી રગ દબાવી.
– ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે.
– ગુજરાતના નાના ઉદ્યોગો જ રોજગારી પૂરી પાડી શકે.
– કોંગ્રેસ આવશે તો દલિતોને જમીન આપવાનું કામ કરશે.
– દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર જમીનમાં થાય છે.
– યુપીએ સરકારમાં જમીન સંપાદિત કરતી વેળાએ ખેડૂતોના હિતનું ધ્યાન રખાતું.
– શિક્ષણમાં વેપારીકરણથી વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે છે.
– રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ગોરખપુરની હોસ્પિટલમાં બાળકોના મોતનો મુદ્દો ચગાવ્યો.
– ખાનગી હોસ્પિટલમાં ગરીબો માટે સારવાર કરાવી અશક્ય.
– ગુજરાતમાં ભાજપના વિકાસનો ઈલાજ શું ? કાર્યકરોને રાહુલનો સવાલ.
– આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, કોઈ રોકી શકશે નહીં.
– ગુજરાતમાં વિકાસનો પરપોટો ફૂટી ગયો છે.
– આંધ્રપ્રદેશમાં એવી હોસ્પિટલ બનાવી હતી જેમાં જનતા ફ્રીમાં સારવાર કરાવી શકે.
– નોટબંધીથી લાખો લોકોના બિઝનેસ બંધ થયા.
– ભાજપના અને કોંગ્રેસના જીએસટીમાં ફર્ક છે. જીએસટીમાં આટલા બધા સ્લેબ ન હોવા જોઈએ.
– ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પેરાસુટ નેતાને ટિકિટ નહીં મળે.
– જમીન સાથે જોડાયેલા નેતાઓને જ ટિકિટ, બહારથી આવેલા નેતાને ટિકિટ નહીં.
– હિન્દુસ્તાનની મીડિયાને ખેડૂત, નાના વેપારી નહીં પરંતુ મોદીના મિત્રો ચલાવે છે.
– ભાજપ તોડવાનું કામ કરે છે અમે જોડવાનું કરીએ છીએ.
– રાહુલ ગાંધીએ તેમના સંવાદ અને પ્રત્યુત્તરોમાં મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા.
– રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ સરકારની નિષ્ફળતાઓની યાદી પણ પ્રજા સમક્ષ મૂકી હતી
– રાહુલ ગાંધીએ મોદી સરકાર વિકાસ વિકાસ ના નામની જે બૂમરાણ મચાવે છે તે વાસ્તવમાં પોલમપોલ છે તેમ કહી ભાજપનો ચહેરો ખુલ્લો કર્યો હતો