ઇસ્લામાબાદ,તા.૧૩
પાકિસ્તાનના નિષ્કાસિત વડાપ્રધાન નવાજ શરીફના ભાઇ અને પીએમએલ એન પ્રમુખ શાહનવાજ શરીફે ભારતને શાંતિવાર્તા ફરીથી શરૂ કરવા કહ્યું છે પરંતુ કાશ્મીર મુદ્દાને ભુલવું જોઇએ નહીં. શાહબાજે કહ્યું કે અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે થયેલ સિંગાપુર બેઠક બંન્ને પડોસી દેશો માટે સારૂ ઉદાહરણ છે.તેનું તેમણે અનુકરણ કરવું જોઇએ. અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે દાયકાના તનાવપૂર્ણ સંબંધો બાદ મંગળવારે એતિહાસિક ઘટનાક્રમ હેઠળ બંન્ને દેશોના નેતા સિંગાપુરમાં મળ્યા જયાં ઉત્તર કોરિયાઇ નેતા કિમ જોંગ ઉને અમેરિકા તરફથી સુરક્ષા ગેરંટીના બદલે પૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણની દિશામાં કામ કરવાનું વચન આપ્યું છે. શહબાજ શરીફે ટ્‌વીટ કર્યું કોરિયાઇ યુધ્ધના શરૂ થયા બાદથી બંન્ને દેશ એક બીજાના માર્ગમાં અવરોધ ઉભા કરે છે.બંન્ને એક બીજાની વિરૂધ્ધ પોતાના પરમાણુ હથિયારોની સાથે લશ્કરી દળનો ઉપયોગની ધમકી આપતા રહ્યાં છે. તેમણે કહ્યુ ંકે આ સમયે આપણા ક્ષેત્રમાં વ્યાપક શાંતિ વાર્તાનો છે.આંતરરાષ્ટ્રીય સમુદાયને અફધાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ધ્યાન લગાવવું જોઇએ કાશ્મીર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાર્તા ફરીથી શરૂ થવું જોઇએ જેથી કાશ્મીર મુદ્દાને સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવો અનુસાર ઉકેલી શકાય છે.પોતાના મોટાભાઇ નવાજ શરીફથી ઉલટ શાહબાજ શરીફનો ભારત પર પોતાની આપમાં આ દુર્લભ નિવેદન છે. પાકિસ્તાનના અનેક રાજદ્વવારીનું માનવુ છે કે નવાજ શરીફના પદેથી હટાવા પાછળ ભારતની સાથે સંબંધોને સામાન્ય કરવાના તેમના પ્રયાસોનું પણ એક કારણ હતું. પોતાની પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર શાહબાજે એ પણ કહ્યું કે ભારત મુખ્ય હરીફ દેશોની વચ્ચે પહેલાના તનાવોને પાછળ છોડી દે અને નવેસરથી વાતચીત શરૂ કરે. તેમણે કહ્યું કે અમેરિકા અને ઉત્તર કોરિયિાની વાર્તા પાકિસ્તાન અને ભારત માટે આદર્શ હોવી જોઇએ જો તે એક બીજાની વિરૂધ્ધ હુમલા કરવાની પહેલની શત્રુતાપૂર્ણ સ્થિતિની પાછળ હટી શકે છે તો પાકિસ્તાન અને ભારત પણ સમગ્ર સંવાદ બહાલ કરી શકે છે.