(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવું કહ્યું કે ભારત સંભવિત માનસિક આરોગ્યના જોખમનો સામનો કરી રહ્યું છે. તેમણે માનસિક બીમારી વેઠી રહેલા રોગીઓ માટે સારવારની સુવિધાઓ પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે આજે ખરો પડકાર ખડો થઈ રહ્યો છે. તેઓ આજે એક એવા વિશ્વમાં જઈ રહ્યાં છે તેમના કૌશલ્યોને પહેલા કરતાં પણ વધારે જરૂર છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત આવી કોઈ સમસ્યાથી પીડિત નથી પરંતુ ભારત સંભવિત રીતે માનસિક આરોગ્યના જોખમનો સામનો કરી રહ્યું છે. આ માટેના સંખ્યાબંધ કારણો દર્શાવતાં તેમણે કહ્યું કે દેશ ટેકનોલોજીકલ, આર્થિક અને વસતીમાં ફેરફાર પામી રહ્યો છે. કોવિંદે કહ્યું ેક ૨૦૨૨ સુધઈમાં ભારત તેની આઝાદીના ૭૫ મી વર્ષની ઉજવણી કરી રહ્યું હશે. અને તે ખાતરી રાખવી જોઈએ કે ગંભીર માનસિક વિકારોથી પીડિતને સારવાર કરવામાં આવતી હશે. સરકાર, બિન સરકાર, તથા જાહેર આરોગ્ય સંબંધિત સંસ્થાઓએ આ પ્રયાસમા યોગદાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે આજે દેશમા માનસિક આરોગ્યના પ્રોફેશનલનો ખોટ પડી રહી છે. દેશમાં ફક્ત, ૫,૦૦૦ મનોચિકિત્સો છે જેમની સંખ્યા ખૂબ ઓછી છે. માનસિક રોગોના નિદાન માટે ડોક્ટરની સલાહ જરૂરી છે. ૧.૩ બિલિયન હેલ્થ સર્વેમાં રાષ્ટ્રપતિએકહ્યું કે તારણો ચોોંકાવનારા છે કારણ કે ફક્ત ૧૦ ટકા ભારતીયો એક અથવા તેનાથી વધારે માનસિક આરોગ્યની સમસ્યાઓથી પીડિત છે. કેટલાક કિસ્સામાં સ્વ નિદાન કરવામાં આવે છે જેને કારણે પરિસ્થિતિ વણસે છે. આપણો સમૂદાયને આ કલંકની સામે લડવું પડશે. આપણે માનસિક આરોગ્યના મુદ્દાઓ વિશે લડવું પડશે અને તેને અદમ્ય જુસ્સા સાથે આગળ વધારવી પડશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમાર તથા જેપી નડ્ડા આ પ્રસંગે હાજર હતા.