(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દિલ્હીમાં ઉર્દૂ અકાદમી દ્વારા ઉર્દૂ સંસ્કૃતિ અને જશ્ન એ વિરાસતે ઉર્દૂ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નામાંકિત હસ્તીઓએ ભાગ લીધો હતો. મંત્રી અને ધારાસભ્યો પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરતાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, ઉર્દૂ વગર ભારત અધૂરું છે. તેમણે ભવ્ય સમારોહને શોભાવી વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ વિતરણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ઉર્દૂ અમર ભાષા છે જે કાયમ ખીલતી રહેશે. તેમણે ઉર્દૂના વિકાસ માટે શક્ય તમામ મદદની ખાત્રી આપી હતી. મહોત્સવનો હેતુ ઉર્દૂ ભાષાને જીવંત રાખવાની અને તેના વિકાસ માટે ખાત્રી કરાવવાનો હતો. કનોટ ખાતે સેન્ટ્રલ પાર્કમાં ૬ દિવસનો ઉર્દૂ મહોત્સવ ઉજવાયો હતો. જેનું ગઈકાલે સમાપન થયું હતું.