(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
વડાપ્રધાન મોદીએ મન કી બાતના ૩૭ મા કાર્યક્રમમાં દિવાળી પછી ઉજવણી થનાર મહાપર્વ છઠની દેશને શુભકામના પાઠવી. છઠ પર્વ દેશમાં નિયમોની સાથે મનાવવામાં આવી રહેલા મોટા તહેવારોના એક છે. આસ્થાના આ મહાપર્વમાં ડૂબતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. છઠ્ઠમાં પ્રસાદ માંગીને ખાવાની વિશેષ પરંપરા છે. આ દરમિયાન મોદીએ મન કી બાત અંગે કહ્યુ કે આ કાર્યક્રમની પ્રશંસા થાય છે અને આલોચના પણ. પરંતુ તેના પ્રભાવને જોતાં મારો વિશ્વાસ મજબૂત બની જાય છે. મોદીએ તેમના ભાષણમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, ઈન્દીરા ગાંધી જેવી મહાન હસ્તીઓને પણ યાદ કરી. મોદીએ કહ્યું કે દર વખતે ગાંધી જયંતિના અવસરે હુ ગાંધીની તરફેણ કરૂ છું. જે આંકડાઓ હું તમને જણાવી રહ્યો છું તે જાણીને તમને નવાઈ લાગશે કે આ વખતે ૧૭ ઓક્ટોબરના રોજ ધનતેરસના દિવસે દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ સ્ટોરમાથી લગભગ ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની ખાદીની ખરીદી થઈ. પીએમે કહ્યું કે મને એક વાર સરહદ પર તૈનાત આપણા બહાદુર જવાનોની સાથે દિવાળી મનાવવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ વખતે જમ્મુ કાશ્મીરરના ગુરેજમાં જવાનો સાથે દિવાળી મનાવવાનું મને સૌભાગ્ય મળ્યું. તેમણે કહ્યું કે આપણા સૈનિકો સરહદ પર નહીં દુનિયાભરમાં શાંતિ ફેલાવી રહ્યાં છે. ભારત શાંતિદૂત તરીકે સમગ્ર વિશ્વભરમાં શાંતિનો સંદેશો ફેલાવી રહ્યું છે. લાઈબેરિયામાં ભારતે પહેલી મહિલા યુનિટ મોકલી હતી. મોદીએ કાર્યક્રમમાં ખાદી ફોર ટાન્સફોર્મેશનનો નવો નારો આપ્યો. સરહદે જે પ્રકારની કઠિન અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને આપણા જવાનો દેશની રખેવાળી કરી રહ્યાં છે તે સંઘર્ષ, અને ત્યાગ માટે હું તમામ દેશવાસીઓ વતી આપણા સુરક્ષા દળોના તમામ જવાનો પરત્વે આદર વ્યક્ત કરૂ છું. સિસ્ટર નિવેદીતાના સમર્પણનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે આપણી પૂણ્યભૂમિ એવા મહાન લોકોથી સુશોભિત બની રહી છે જેમણે નિસ્વાર્થભાવે માનવતાની સેવા કરી છે. સિસ્ટર નિવેદતા, જેમને આપણે ભગિની નિવેદીતા તરીકે ઓળખીએ છીએ. તેમનો જન્મ આયરલેન્ડમાં માર્ગારેટ એલિઝાબેથ નોબેલ તરીકે થયો હતો પરંતુ સ્વામી વિવેકાનંદે તેમને નિવેદતા નામ આપ્યું. ભારતના પહેલા વડાપ્રધાન નહેરૂને યાદ કરતાં મોદીએ કહ્યું કે સૌથી પહેલા આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂજીના જન્મદિવસ પર મનાવવામાં આવી રહેલા બાળ દિવસની તમામ બાળકોને શુભકામનાઓ. વડાપ્રધાને કહ્યું કે બે દિવસ પછી સરદાર પટેલની જન્મજયંતિ મનાવવામાં આવશે. બધાને ખબર છે કે આધુનિક અખંડ ભારતનો પાયો, તેમણે નાખ્યો હતો. ભારત માતાના આ મહાન સંતાનની અસાધારણ યાત્રામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. મોદીએ કહ્યું કે ૩૧ ઓક્ટોબરે ઈન્દીરા ગાંધી પણ આ દિવસે દુનિયામાંથી વિદાય થયાં હતા.