(એજન્સી) માન્ચેસ્ટર, તા.૪
ભારતે ઇંગ્લેન્ડ પ્રવાસની જીત સાથે શરૂઆત કરી છે. ભારતે પ્રથમ ટી-૨૦માં ઇંગ્લેન્ડને ૮ વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૧૦ બોલ બાકી રહેતા ૨ વિકેટ ગુમાવી ૧૬૩ રન બનાવી મેચને જીતી લીધી હતી. ભારત તરફથી લોકેશ રાહુલે અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે ૫૩ બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. લોકેશ રાહુલની ટી-૨૦માં બીજી સદી છે.
લોકેશ રાહુલે રોહિત શર્મા સાથે મળીને બીજી વિકેટ માટે ૧૨૩ રન જોડ્યા હતા. ભારત તરફથી આઉટ થનારા બેટ્‌સમેનમાં શિખર ધવન અને રોહિત શર્મા રહ્યાં હતા. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં ડેવિડ વિલી ૨૮ અને લિયામ પ્લંકેટ ૩ રન બનાવી અણનમ રહ્યાં હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ૨૪ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. ટી-૨૦માં ૫ વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય અને વિશ્વનો ૨૪મો બોલર બન્યો છે.
વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી-૨૦ મેચમાં ૨૦ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના આ સાથે જ ટી-૨૦માં ૨૦૦૦ રન પૂરા થઇ ગયા છે. વિરાટ કોહલી પહેલા ત્રણ ખેલાડી ટી-૨૦માં ૨૦૦૦ રન બનાવી શક્યા છે પરંતુ સૌથી ઝડપી વિરાટ કોહલીએ બનાવ્યા હતા. લોકેશ રાહુલે સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. ઉમેશ યાદવે પણ શાનદાર બોલિંગ કરી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉમેશ યાદવે જેસન રોયને ૩૦ રને બોલ્ડ કરી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ઉમેશ યાદવે
ટીમ૨૦ ઇન્ટરનેશનલમાં કુલદીપ યાદવે સતત બે બૉલ પર બે બેટ્‌સમેનોને શૂન્ય રને સ્ટમ્પ કરાવવા વાળો પહેલો બૉલર બની ગયો, એટલે વિકેટ કિપર અને બૉલરની આ ’જુંગલબંદી’થી રેકોર્ડ બની ગયો.કુલદીપ યાદવની ઓવરમાં બે સ્ટમ્પ કરીને ધોનીએ પણ મોટી ઉપલબ્ધી હાંસલ કરી લીધી. હવે તે ટી૨૦ ઇન્ટરનેશનલમાં સર્વાધિક સ્ટમ્પ કરનારાના લિસ્ટમાં નબર-૧ પર આવી ગયો છે. ધોનીએ ૩૩ સ્ટમ્પ કરીને પાકિસ્તાની વિકેટ કીપર કામરાન અકમલ (૩૨ સ્ટમ્પ)નો રેકોર્ડ તોડી દીધો હતો.