બેંગ્લુરૂ,તા.૧૫
હંગામી કેપ્ટન અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી એકમાત્ર અને ઐતિહાસિક ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનનો ઘડોલાડવો કરી નાખ્યો છે.
ભારતે આ મેચને આજે બીજા જ દિવસે સમાપ્ત કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટના નવા સામેલ થયેલા સભ્ય અફઘાનિસ્તાનને એણે એક દાવ અને ૨૬૨ રનથી કચડી નાખ્યું છે. અફઘાનિસ્તાનનો પહેલો દાવ ૧૦૯ રનમાં પૂરો થયા બાદ ફોલોઓન થયા બાદ એનો બીજો દાવ માત્ર ૧૦૩ રનમાં સમેટાયો. આમ, પ્રવાસી ટીમે તેની તમામ ૨૦ વિકેટ આજે એક જ દિવસમાં ગુમાવી દીધી. બીજા દાવમાં, ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે – ૪ વિકેટ ઝડપી છે. એણે પહેલા દાવમાં ૧૮ રનમાં ૨ વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાનના બીજા દાવમાં ૪ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. હશ્મતુલ્લા શાહિદી ૩૬ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન અસગર સ્ટેનિક્ઝાઈએ ૨૫, ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શેહઝાદે ૧૩ અને રાશિદ ખાને ૧૨ રન કર્યા છે.
અફઘાનિસ્તાનના પહેલા દાવમાં ૨૭ રનમાં ૪ વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને બીજા દાવમાં ૧ વિકેટ લીધી છે તો બે ફાસ્ટ બોલરો – ઉમેશ યાદવ અને ઈશાંત શર્માએ બંને દાવમાં સફળતા મેળવી હતી. ઉમેશે બીજા દાવમાં ૩ અને પહેલા દાવમાં ૧ વિકેટ લીધી હતી તો ઈશાંતે બંને દાવમાં ૨-૨ બેટ્સમેનને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.
એ પહેલાં, ભારતનો પહેલો દાવ ૪૭૪ રનમાં પૂરો થયો હતો. ગઈ કાલનો એક નોટઆઉટ બેટ્સમેન હાર્દિક પંડ્યા આજે વ્યક્તિગત ૭૧ રન કરીને આઉટ થયો હતો. જ્યારે બીજો નોટઆઉટ બેટ્સમેન અશ્વિન ૨૧૮ રન કરીને, જાડેજા ૨૦ અને ઈશાંત શર્મા ૮ રન કરીને આઉટ થયો હતો. ઉમેશ યાદવ ૨૧ બોલમાં બે સિક્સર અને બે બાઉન્ડરી સાથે ૨૬ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ભારતના પહેલા દાવમાં આક્રમક બેટિંગ કરીને ૯૬ બોલમાં ૧૦૭ રન કરનાર શિખર ધવનને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ટીમ સામે ભારતનો આ સૌથી મોટો વિજય બન્યો છે.
બેંગ્લોર ટેસ્ટ : સ્કોરબોર્ડ
ભારત પ્રથમ દાવ :૪૭૪
અફઘાન પ્રથમ દાવ :
શહેઝાદ રનઆઉટ ૧૪
અહેમદી બો. ઇશાંત ૦૧
રહેમ શાહ એલબી
બો. યાદવ ૧૪
અફસરજાઈ બો. ઇશાંત ૦૬
હસમતુલ્લા એલબી
બો. અશ્વિન ૧૧
અસગર બો. અશ્વિન ૧૧
નબી કો. ઇશાંત
બો. અશ્વિન ૨૪
રશીદ ખાન કો. યાદવ
બો. જાડેજા ૦૭
અહેમદજાઈ કો. જાડેજા
બો. અશ્વિન ૦૦
રહેમાન સ્ટ. કાર્તિક
બો. જાડેજા ૧૫
વફાદાર અણનમ ૦૬
વધારાના ૦૦
કુલ (૨૭.૫ ઓવરમાં આઉટ) ૧૦૯
બોલિંગ : ઉમેશ : ૬-૧-૧૮-૧, ઇશાંત : ૫-૦-૨૮-૨, પંડ્યા : ૫-૦-૧૮-૦, અશ્વિન : ૮-૧-૨૭-૪, જાડેજા : ૩.૫-૧-૧૮-૨.
અફઘાન પ્રથમ દાવ :
શહેઝાદ કો. કાર્તિક
બો. ઉમેશ ૧૩
અહેમદી કો. ધવન
બો. ઉમેશ ૦૩
રહેમ શાહ કો. રહાણે
બો. ઇશાંત ૦૪
નબી એલબી બો. ઉમેશ ૦૦
હસમતુલ્લા અણનમ ૩૬
અસગર કો. ધવન
બો. જાડેજા ૨૫
અફસરજાઈ બો. જાડેજા ૦૧
રશિદ ખાન બો. જાડેજા ૧૨
અહેમદજાઈ બો. ઇશાંત ૦૧
રહેમાન કો. ઉમેશ
બો. જાડેજા ૦૩
વફાદાર બો. અશ્વિન ૦૦
વધારાના ૦૫
કુલ (૩૮.૪ ઓવરમાં આઉટ) ૧૦૩
બોલિંગ : ઇશાંત : ૭-૨-૧૭-૨, ઉમેશ : ૭-૧-૨૬-૩, પંડ્યા : ૪-૨-૬-૦, અશ્વિન : ૧૧.૪-૩-૩૨-૧, જાડેજા : ૯-૩-૧૭-૪.
અફઘાનિસ્તાને એક જ દિવસમાં ર૦ વિકેટ ગુમાવી : ભારતનો સૌથી મોટો વિજય

Recent Comments