મેલબર્ન,તા.૧૮
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમના બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયન ટીમને ૨૩૦ રનમાં ઑલઆઉટ કરી હતી. મેલબર્નમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ભારતીય બોલર યઝુવેન્દ્ર ચહલનું પ્રદર્શન સારું રહ્યું હતુ. ચહલે ૧૦ ઓવર્સમાં ૪૨ રન આપીને ૬ વિકેટ્‌સ લીધી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીએ ૨-૨ વિકેટ્‌સ લીધી હતી.ભારત તરફથી ધોનીએ ૧૧૪ બોલમાં ૮૭ રન અને કેદાર જાધવે ૫૭ બોલમાં ૬૧ રન કરી ૧૨૧ રનની ભાગેદારી સાથે શાનદાર પ્રદર્શન કરી ભારતને ૨-૧થી શ્રેણી જીતાડી છે. આ જીત સાથે જ છેલ્લા ૭૦ વર્ષમાં આ પહેલો મૌકો છે જયારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચહલને મેન ઓધ મેચ અને સમગ્ર સિરિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એમએસ ધોનીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.ભારત તરફથી ધોની-કેદારની ભાગીદારી સફળ થઇ હતી. બન્ને ખેલાડીઓએ ભેગા મળીને ૧૨૧ રનની ભાગેદારી નોંધાવી હતી. ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયા સામે ૭ વિકેટથી વન-ડે સિરીઝ ભારતના નામે કરી છે.

ઓસ્ટ્રેલિયામાં વનડેમાં બોલર્સના બેસ્ટ ફિગર્સ

૬/૪૨ અજિત અગરકર દૃ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ને , ૨૦૦૪
૬/૪૨ યૂઝવેન્દ્ર ચહલ દૃ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ને, ૨૦૧૯
૬/૪૩ મિચેલ સ્ટાર્ક દૃ ભારત, મેલબોર્ને, ૨૦૧૫
૬/૪૫ ક્રિસ વોક્સ દૃ ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન, ૨૦૧૧