(એજન્સી)
કાઠમંડુ,તા.૧૯
ભારતમાં ગઇ સાલ નવેમ્બરમાં રૂા.૫૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો કાનૂની ચલણમાંથી રદ કર્યા બાદ નેપાળને લાખો ડોલરનું નુકસાન થયંુ છે અને અહીંના લોકો અત્યાર સુધી આવી રદ થયેલી જૂની નોટો બદલી શક્યા નથી એવું નેપાળની સેન્ટ્રલ બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં દેશમાં કાળાનાણા વિરુદ્ધ એક અભિયાન હેઠળ રૂા.૫૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો ચલણમાંથી રદ કરી હતી જેની અસર આ હિમાલયન દેશ પર પડી છે. નેપાળમાં ભારતીય ચલણનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે.
નેપાળની સેન્ટ્રલ નેપાળ રાષ્ટ્ર બેંકના (એનઆરબી) ડેપ્યુટી ગવર્નર ચિંતામણિ શિવાકોટીએ જણાવ્યું હતું કે ગત માર્ચમાં નેપાળના પ્રવાસે આવેલા ભારતીય રિઝર્વ બેંકના (આરબીઆઇ) અધિકારીઓએ એવી ખાતરી આપી હતી કે નેપાળના પ્રત્યેક નાગરિકને રૂા.૪૫૦૦ની કિંમતની જૂની નોટોને નવી નોટોમાં બદલવાની મંજૂરી આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે વાસ્તવમાં આ માત્ર મૌખિક ખાતરી હતી અને ભારત તરફથી આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. શિવાકોટીએ જણાવ્યું હતું કે નેપાળ ઘણંુ બધુું ભારતમાં કામ કરી રહેલા એ લોકોના નાણા ભંડોળ પર નિર્ભર છે જેમણે વર્ષ ૨૦૧૬માં પોતાના ઘરે લાખો ડોલર મોકલ્યા હતા જે કુલ જીડીપીના લગભગ ૩ ટકા જેટલી રકમ હતી. એનઆરબીના એક અન્ય અધિકારી ભિષ્મરાજ ધુંગાનાએ જણાવ્યું હતું કે આ મુદ્દાને ઉકેલવામાં થઇ રહેલો વિલંબ ચિંતાજનક છે. સામાન્ય નેપાળી નાગરિક તેનાથી ખરાબ રીતે પ્રભાવિત છે અને ભારતને તાત્કાલિક જૂની રદ થયેલી નોટો બદલાવા માટે મંજૂરી આપવી જોઇએ.
એક નેપાળી મહિલા શૈલા ઠાકુરીએ જણાવ્યું હતું કે નવી દિલ્હી સ્થિત એક રેસ્ટોરન્ટમાં કામ કરી રહેલા મારા પુત્રએ અગાઉ જૂની નોટોમાં રૂા. ૮૦૦૦ મોકલ્યા હતા. મેં આ રૂપિયા બચાવી રાખ્યા હતા પરંતુ હવે આ રૂપિયા પસ્તીના કાગળથી કંઇ વિશેષ નથી. હું આ માટે કંઇ કરી શકતી નથી. બીજી બાજુ આરબીઆઇએ આ અંગે ટિપ્પણી કરવા ઇનકાર કર્યો છે. ભારતીય નાણા મંત્રાલયના એક પ્રવક્તાએ આ સેન્ટ્રલ બેંકનો મામલો છે એવું કહીને પ્રતિક્રિયા વ્યક્ત કરવાનો ઇનકાર કર્યો હતો.
મંત્રાલયનું એવું પણ કહેવંુ છે કે જો નેપાળીઓને નોટ બદલવાની મંજૂરી આપવામાં આવે તો મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો નેપાળ દ્વારા પોતાના કાળા નાણાને સફેદ કરી શકે છે.
ભારતમાં નોટબંધીથી નેપાળને લાખો ડોલરનું નુકસાન

Recent Comments