નવી દિલ્હી, તા. ૬
નોટબંધી અને બાદમાં જીએસટી લાગુ કરવાના વિરોધમાં હાલ પ્રચંડ વધારો થયો છે ત્યારે વર્લ્ડ બેંકના નિવેદનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થોડી રાહત મળી શકે તેમ છે. વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે જણાવ્યું હતું કે, ભારતમાં હાલ અર્થતંત્ર નબળુ પડવાની ઘટના સર્જાઇ તે જીએસટીની તૈયારીઓને કારણે થોડા સમય માટેની છે પરંતુ ટૂંકા ગાળામાં જ તે ફરી પાટા પર આવી જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જીએસટીની લાંબા ગાળે સકારાત્મક અસર દેખાશે. ઇન્ટરનેશનલ મોનેટરી એન્ડ વર્લ્ડ બેંકની વાર્ષિકબેઠકમાં કિમે મીડિયાને જણાવ્યું કે, પ્રથમ ત્રિમાસિકમાં ઘટાડો દેખાઇ રહ્યો છે પરંતુ અમારૂ માનવું છે કે, જીએસટીની તૈયારીઓમાં આવેલી અડચણોને પગલે ટુંકાગાળાની અસર છે જે આગામી સમયમાં અર્થતંત્રમાં મોટી સકારાત્મકતા સાથે બહાર આવશે. કિમે જણાવ્યંુ ભારતનો વિકાસ દર આ વર્ષે આ ગતિમાં જળવાઇ રહેશે. અમે ધ્યાનપૂર્વક જોઇ રહ્યા છીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્યોગોને સારો માહોલ પુરો પાડવા માટે ખરેખર કામ કરી રહ્યા છે તેથી કહી શકાય કે તેમના તમામ પ્રયાસો કામે લાગશે. બીજી તરફ કિમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત મિશન સૌથી અસરકારક કાર્યક્રમોમાંનું એક છે. હું નરેન્દ્ર મોદીને અંગત રીતે પણ જાણું છું જેઓ ભારત માટે તકોનો લાભ લેવા માટે કટિબદ્ધ છે.
ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ અલ્પ સમય માટે, વહેલી તકે પાટા પર આવશે : વર્લ્ડ બેંક

Recent Comments