નવી દિલ્હી,તા.૨
ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૧૯ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતીય ટીમે આ વર્ષે સૌથી વધુ વનડે મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય રહી અને ટી૨૦માં ટેસ્ટ ટીમોમાં સૌથી વધુ જીત મેળવી છે. હવે ૨૦૨૦ શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો કાર્યક્રમ એકદમ બિઝી છે. તેની પહેલી ઝલક જાન્યુઆરીમાં જ જોવા મળે છે. ભારતીય ટીમ આ મહિનામાં ત્રણ ટીમોની સામે કુલ ૧૦ મેચ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમનો જાન્યુઆરીનો કાર્યક્રમ
૫ જાન્યુઆરી : ભારત-શ્રીલંકા, પહેલી ટી૨૦ (ગુવાહાટી)
૭ જાન્યુઆરી : ભારત-શ્રીલંકા, બીજી ટી૨૦ (ઈન્દોર)
૧૦ જાન્યુઆરી : ભારત-શ્રીલંકા, ત્રીજી ટી૨૦ (પૂણે)
૧૪ જાન્યુઆરી : ભારત-ઓસ્ટ્રેલિયા, પહેલી વનડે (મુંબઈ)
૧૭ જાન્યુઆરી : ભારત-ઓસ્ટ્રેલિયા, બીજી વનડે (રાજકોટ)
૧૯ જાન્યુઆરી : ભારત-ઓસ્ટ્રેલિયા, ત્રીજી વનડે(બેંગલુરુ)
૨૪ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, પહેલી ટી૨૦ (ઓકલેન્ડ)
ર૬ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, બીજી ટી ૨૦ (ઓકલેન્ડ)
૨૯ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, ત્રીજી ટી૨૦ (હેમિલ્ટન)
૩૧ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, ચોથી ટી૨૦ (વેલિંગ્ટન)