મુંબઈ,તા. ૯
ભારતીય ક્રિકેટ ટીમના હાઇપ્રોફાઇલ કોચના હોદ્દા માટે ઉમેદવારીની ચકાસણી કરવા અને તેની પસંદગી કરવાના હેતુ સાથે આવતીકાલે ત્રણ સભ્યોની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)ની બેઠક મળનાર છે. જેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ટીમના પૂર્વ ડિરેક્ટર રવિ શાસ્ત્રી કોચ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર તરીકે છે. રેકોર્ડ માટે બીસીસીઆઇને કોચ પદ માટે દસ નામની અરજી મળી છે. જે હસ્તીઓએ કોચ પદ માટે અરજી કરી છે તેમાં રવિ શાસ્ત્રી ઉપરાંત, સહેવાગ, ટોમ મુડી, રિચર્ડ પાયબસ, ડોડા ગણેશ, લાલચંદ રાજપુત, લાન્સ ક્લુઝનર, ારપાકેશ શર્મા, ફિલ સિંમોન્સ, ઉપેન્દ્રનાથનો સમાવેશ થાય છે. એવુ જાણવા મળ્યુ છે કે સીએસી ૧૦ પૈકી છના ઇન્ટરવ્યુ લેશે. આ છ ઉમેદવારોમાં શાસ્ત્રી, સહેવાગ, મુડી, સિમોન્સ, પાયબસ અને રાજપુતનો સમાવેશ થાય છે. કુમ્બલે અને વિરાટ કોહલી વચ્ચે ભારે વિવાદ બાદ નવા કોચની નિમણૂંક કરવામાં આવી રહી છે. શાસ્ત્રીએ શરૂઆતમાં અરજી કરી ન હતી. પરંતુ જ્યારે બોર્ડ દ્વારા મહેતલ વધારી દેવામાં આવી ત્યારે પૂર્વ કેપ્ટન શાસ્ત્રીએ છેલ્લી ઘડીએ અરજી કરી હતી. આની સાથે જ તે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યો હતો. આજે મુખ્ય કોચ પદ માટે અરજી કરવાની તારીખ પૂર્ણ થઇ ગઇ હતી. ગયા વર્ષે રવિ શાસ્ત્રી અને સૌરભ ગાંગુલી વચ્ચે થયેલા કોચ ઇન્ટરવ્યુ વિવાદ જેવી ઘટનાને ટાળવાના હેતુસર ક્રિકેટ બોર્ડે એક નવા નિયમની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની નિમણૂંક માટે હવે ઇન્ટરવ્યુ પ્રથાને ખતમ કરવાની તૈયારીમાં છે. સુત્રોએ માહિતી આપી છે કે ક્રિકેટ એડવાઇઝરી કાઉન્સિલને આની જવાબદારી સોંપવામાં આવી છે કે તે કોચ નિમણૂંકના તરીકા પર અંતિમ નિર્ણય લે. સચિન તેન્ડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી સીએસીના સભ્યો છે. અનિલ કુમ્બલેાના મુખ્ય કોચ તરીકે રાજીનામુ આપી દેવામાં આવ્યા બાદ મુખ્ય કોચની જગ્યા ખાલી થઇ છે. સુત્રોએ કહ્યુ છે કે બોર્ડની અંદર ઇન્ટરવ્યુ પ્રોસેસને ખતમ કરવાના મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર પણ પોતાની રજૂઆત માટે તૈયાર છે. હજુ સુધી કોઇ પણ અરજીદારને આ અંગેની માહિતી આપવામાં આવી નથી કે સમગ્ર પ્રક્રિયા કઇ રીતે અને કેમ થનાર છે. મુખ્ય કોચ પગની અરજી કરવા માટે અંતિમ તારીખ આજે રવિવારના દિવસે અડધી રાત્રે પૂર્ણ થઇ ગઉ હતી. ગાંગુલીએ પહેલા જ કહ્યુ છેકે ચૂંટણી પ્રક્રિયા ૧૦મી જુલાઇના દિવસે મુંબઇમાં પૂર્ણ કરી લેવામાં આવનાર છે. આનાથી અંદાજ મુકી શકાય છે કે કઇ રીતે આટલા ઓછા સમયમાં પસંદગી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે. સીએસીના સભ્યો કોચ પદ માટે દાવેદાર રહેલા ટોમ મુડી, વિરેન્દ્ર સહેવાગ અને રવિ શાસ્ત્રીની ક્ષમતાથી વાકેફ છે. વિતેલા વર્ષોમાં ગાંગુલી અને શાસ્ત્રી વિવાદ થયો હતો. આ વખતે આવા વિવાદને ટાળવા તૈયારી રાખવામાં આવી છે.

કોચ પદ માટે દાવેદારો

મુંબઈ, તા.૯
ક્રિકેટ એડવાઈઝરી કમિટિની બેઠક આવતીકાલે મળનાર છે જેમાં ઉમેદવારોની ચકાસણી કરવામાં આવનાર છે. વિરાટ કોહલી અને અનિલ કુંબલે વચ્ચે વિવાદ સપાટી ઉપર આવ્યા બાદ કુંબલેએ કોચ તરીકે રાજીનામુ આપ્યું હતું. સીએસીની બેઠકને ઉપયોગી ગણવામાં આવે છે. કોહલી સાથે મતભેદ બાદ વિન્ડિઝ સામેની શ્રેણી પહેલા કોચપદેથી કુંબલેએ રાજીનામુ આપ્યું હતું. જેના કારણે હાઈ પ્રોફાઈલ જોબની જગ્યા ખાલી થઇ હતી. જો શાસ્ત્રી કોચ બનશે તો ભારત અરુણ ટીમના બોલિંગ કોચ તરીકે રહેશે. દાવેદારો નીચે મુજબ છે.
વિરેન્દ્ર સહેવાગ (ભારત)
રવિ શાસ્ત્રી (ભારત)
ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા)
રિચર્ડ્‌સ પાઇબસ (ઇંગ્લેન્ડ)
ડોડા ગણેશ (ભારત)
લાલચંદ રાજપૂત (ભારત)
લાન્સ ક્લૂઝનર (દક્ષિણ આફ્રિકા)
રાકેશ શર્મા (ઓમાન રાષ્ટ્રીય ટીમના કોચ)
ફિલ સિમોન્સ (વેસ્ટઇન્ડિઝ)
ઉપેન્દ્રનાથ ભ્રહ્મચારી (ક્રિકેટ અનુભવ નહીં ધરાવનાર એન્જિ)