નવી દિલ્હી, તા.૨૦
ભારતીય ટીમ ૨૦૨૨ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાની રેસમાંથી બહાર થઇ ગઈ છે. મંગળવારે ઓમાન સામેની ક્વોલિફાયર મેચમાં ભારતે ૦-૧થી મેચ ગુમાવી હતી. ઓમાન માટે મોહસિન ઉલ ઘાસાનીએ ૩૩મી મિનિટમાં ગોલ કર્યો હતો. બીજી વાર ઓમાને ભારતને ક્વોલિફાયરમાં હરાવ્યું છે. અગાઉ ગુવાહાટીમાં પણ ભારતે ૧-૨થી હારનો સામનો કર્યો હતો.
ક્વોલિફાયરની પાંચ મેચોમાંથી ભારત એકપણ મેચ જીત્યું ન હતું. ૩ મેચ ડ્રો થઇ અને ૨ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતના પાંચ મેચમાં માત્ર ૩ પોઇન્ટ છે. તે ગ્રુપ-ઈમાં ચોથા સ્થાને છે. એશિયન ચેમ્પિયન કતાર ૫ મેચમાં ૧૩ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જયારે ઓમાન ૧૨ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ઓમાનથી ૯ અંક પાછળ છે. તેને હજી ૩ મેચ રમવાની છે. ભારત ત્રણેય મેચ જીતે તો પણ ઓમાનની બરોબરી જ કરશે. તેવામાં તે ત્રીજા રાઉન્ડમાં પહોંચે તેવી સંભાવના નહિવત છે. ૨૦૨૩ના એશિયન કપ ક્વોલિફાયરમાં ભારતની આશા હજી પણ જીવંત છે.
૨૦૨૨ના ફૂટબોલ વર્લ્ડકપની રેસમાંથી ભારત બહાર, ઓમાન સામે ૦-૧થી હાર્યું

Recent Comments