(એજન્સી) નવી દિલ્હી, તા.રર
બોલિવૂડ અભિનેતા રોહિત રોયે ફિલ્મ પદ્માવતીના વિવાદથી ખૂબ જ પરેશાન છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ ભારતીય હોવા અને ભારતમાં રહેવાને લઈને ખૂબ જ દુઃખી અને નિરાશ છે.
રોહિતે ટ્‌વીટ કરીને કહ્યું પહેલીવાર હું એ વાતને લઈને દુઃખી, નિરાશ અને રોષે ભરાયો છું કે હું એક ભારતીય છું અને ભારતમાં રહું છું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવું ક્યારેય પણ કહીશ. હકીકતમાં આ ખૂબ જ દુઃખદ છે. જય હિંદ પોતાની અન્ય એક ટ્‌વીટમાં તેમણે લખ્યું આજે લોકો એક ફિલ્મ માટે કલાકારો, નિર્દેશકોના માથાં વાઢવા પર ઈનામની જાહેરાત કરી રહ્યા છે. જેની તેમણે એક સિંગલ ફ્રેમ પણ જોઈ નથી. ત્યાં સુધી કે સરકાર આ પ્રકારની ભડકાઉ નિવેદનબાજી રોકવા માટે કંઈ પણ કરી રહી નથી. રચનાત્મક સ્વતંત્રતાને તો ભૂલી જ જાવ. શુું આ ‘અસહિષ્ણુતા’ દરેક ભારતીયો માટે બિહામણી નથી ? ખૂબ જ દુઃખદ.’
રાજપૂત સંગઠન કરણી સેના અને કેટલાક અન્ય હિન્દુ સંગઠન ભણસાલી પર ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવાનો આરોપ લગાવતા ફિલ્મ રિલીઝનો વિરોધ કરી રહ્યા છે. બીજેપીના એક નેતાએ સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી દીપિકા પાદુકોણનું માથું વાઢનારને ૧૦ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની વાત કહી છે. હિનદ્યુવાદ જીવન જીવવાની એક રીતે છે. તે પ્રકૃતિમાં સમાયેલ છે. તેમણે પ્રશ્ન પૂછતા કહ્યું, શું વાઢવા માટે કહ્યું તે કોઈ પણ રીતે કાનૂની, સહનશીલ અથવા લોકશાહીને અનુરૂપ છે ? આને લઈને સરકાર કેવી રીતે ચૂપ રહી શકે ? તેમણે કહ્યું કે એક ‘મા’ની છબિની રક્ષા કરવા માટે માત્ર તેની ભૂમિકા નિભાવનારી દેશની એક દીકરીનું માથું વાઢવાની ઈચ્છા પરેશાન કરનારી છે. રોહિતે કહ્યું કે તે મહાનુભાવી ભારતીય છે જેમને પોતાના દેશના ઈતિહાસ અને ભૂગોળ પર ગર્વ છે.