Special Articles

ભારતીય પત્રકાર પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય યોજના ખુલ્લી પાડે છે

(એજન્સી)                  તા.૪

ભારતીય સેનાના નિવૃત્ત કર્નલ અને હવે ભારતીય પત્રકાર અજય શુક્લા, જેઓ સંરક્ષણ નીતિ પર લેખો લખે છે તેઓએ ઉરીમાં ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય યોજનાને ખુલ્લી પાડે છે. તેમના આ લેખમાં તેઓ ઉરી હુમલા વિશે લખે છે કે ઉરી લશ્કર શિબિર પર રવિવારે (૧૮ સપ્ટેમ્બર)ના રોજ જેહાદી આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૮ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા અને ૨૯ ઘાયલ થયા હતા એ પછી નિયંત્રણ રેખા નજીક ભારતીય આર્મીએ કાશ્મીરમાં પાકિસ્તાની બાજુએથી ઘૂસણખોરી કરનારા આઠ પાકિસ્તાની ત્રાસવાદીઓની હત્યા કરી હતી.

“જાહેર અભિપ્રાય અને ઉત્તેજિત મીડિયા કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને લશ્કરના ટોચના અધિકારીઓએ કહ્યું છે કે લશ્કર સમય અને સ્થળની પસંદગી કરીને બદલો લેશે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને “આતંકવાદી રાજ્ય” કહ્યું છે, અને ભારતીય આર્મી પહેલેથી જ કાશ્મીર ખીણમાં ગરબડ સાથે બાથ ભીડી રહી છે. જો કે, લશ્કરે વળતો જવાબ આપવા માટે વધુ સાવચેત વિચારણા કરવાની જરૂર છે.’’

અજય શુક્લાએ ધ્યાન દોર્યું છે કે “બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા કહેવામા આવ્યું છે કે આ હુમલાના આયોજનની પ્રક્રિયા માટે વરિષ્ઠ અધિકારીઓએ ભારતના વિકલ્પોની ચર્ચા કરી છે. લશ્કર સરળતાથી બદલો લઈ શકે છે એ વાત પર સંમતી છે પરંતુ, આ રમતની બે બાજુઓ છે.

ભારતનો પ્રથમ વિકલ્પ ભારતીય દળો નિયંત્રણ રેખા પાર કર્યા વગર હવાઈ શસ્ત્રો મારફતે બદલો લઈ શકે તેમ છે. આ હુમલામાં સમગ્ર સરહદ પર લક્ષ્યો કરવામાં આવશે. આર્ટિલરી, મિસાઇલ, અને મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર અને બ્રાહ્મોસ ક્રૂઝ મિસાઈલની મદદથી આ હુમલો થઈ શકે છે અને તેમાં ભારે જાનહાનિ થઈ શકે છે. પ્રથમ આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્ય બનાવવામાં આવે, પછી પાકિસ્તાન આર્મીની પોસ્ટને લક્ષ્ય બનાવવામાં આવે અને, અંતે, પાકિસ્તાની મુખ્યમથક અને સ્થાપનોને લક્ષ્ય બનાવવામાં આવી શકે છે – પાકિસ્તાનના પ્રતિભાવ પર આધાર રાખીને આ હુમલો ત્રણ તબક્કાઓમાં કરી શકાય છે. શુક્લાના જણાવ્યા અનુસાર, “આગલા સ્તરના પગલામાં સૈનિકોને પ્રથમ વિમાન મારફતે અને પછી, જો જરૂરી હોય તો, જમીન દળો નિયંત્રણ રેખા પર હુમલો કરી શકે છે.

“ત્રીજા સ્તરે સરહદ પર ભારત નદી અથવા પ્રવાહના ભારતીય બાજુ પર નિયંત્રણ રેખા પાસેના પ્રદેશ પર કબજાનો સમાવેશ થઈ શકે છે.

“લાંબા સમયની ઈંટેલિજન્સ અને લશ્કરી આકારણીઓ સૂચવે છે કે નોંધપાત્ર રીતે પાકિસ્તાની પ્રદેશ પર કબ્જો કરવાથી પરમાણુ ધમકી વધશે. જો કે અનેક ભારતીય વ્યૂહાત્મક આયોજક એવું કહે છે કે પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોની એક માત્ર પોકળ ધમકી છે. જો કે, નવી દિલ્હી પર રાજદ્વારી દબાણ તીવ્ર હશે, અને ભારતનું નેતૃત્વ આ દબાણનો સફળતાપૂર્વક પ્રતિકાર કરી શકશે નહીં”

હકીકતમાં, ભારતીય ગુપ્તચર એજન્સીઓએ, અને ખાસ કરીને RAWની મદદ સાથે ભારતે પોતે જ ઉરી લશ્કરી બેઝ હુમલાનું આયોજન કર્યું હતું અને તે માત્ર પાકિસ્તાનને બદનામ કરવા માટે નહીં પણ બીજા અનેક હેતુઓ પણ છે.

૮ જુલાઈ ૨૦૧૬ના રોજ ભારતીય કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા કાશ્મીરના યુવાન નેતા બુરહાન વાનીની શહીદી પછીના બળવાને પગલે મોદીની આગેવાની હેઠળની ભારત સરકાર પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે. તેથી, આ ક્રમમાં કાશ્મીર ચળવળ અને નિર્દોષ કાશ્મીરીઓ પર ભારતીય અત્યાચારની વાસ્તવિકતાથી નાગરિકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ચલિત કરવા મત ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવા બળવાખોરોની  ઘૂસણખોરી અને આઈએસઆઈ ભૂમિકા જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. અજય શુક્લા કહે છે કે આ યોજના મુજબ, ભારતે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ સર્જિકલ સ્ટ્રાઇક કરીને નિયંત્રણ રેખા પર રહેલા આતંકવાદીઓને મારવાનો દાવો કર્યો છે. અને પાકિસ્તાનના કાશ્મીરમાં જઈને હુમલો કરવા અને ભારે જાનહાનિ કર્યાનો પણ દાવો કર્યો હતો. જો કે ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એક નિવેદનમાં આ ભારતીય દાવાઓને નકારે છે અને કહ્યું  છે કે ભારત તરફથી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી નથી. અહી માત્ર ભારત દ્વારા ક્રોસ બોર્ડર ફાયરિંગ થઈ છે. અને પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પર ભારતીય ગોળીબારનો જવાબ પણ આપ્યો હતો. અને એક ભારતીય સૈનિકને પાકિસ્તાનના લશ્કર દ્વારા કબજે પણ કરવામામા આવ્યો છે. પાકિસ્તાનનાં લેફ્ટનન્ટ જનરલ, અસીમ સલીમ બાજવાએ ૧ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ કહ્યું હતું કે ભારતના લશ્કરને પણ જાનહાનિ થઈ છે પરંતુ ભારત એ વિગતો છુપાવે છે.

આ ઉપરાંત ભારત, ભૂતાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યા બાદ સાર્ક સમિટ જે નવેમ્બરમાં ઇસ્લામાબાદમાં યોજાનાર હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ, નવી દિલ્હીએ મિત્રતા બસ સેવા જે લાહોર અને અમૃતસરની વચ્ચે ચાલે છે તે પણ બંધ કરી છે. અને યુદ્ધની મુત્સદ્દીગીરી બતાવતા ભારતીય સરકારે ૧૯૬૦ની સિંધુ જળ સંધિ વિસર્જનની પણ ધમકી આપી હતી. આ સંધિમાં વિશ્વ બેન્ક બાંયધરી આપનાર છે અને આવા વિવાદોના કિસ્સામાં એક ન્યાયકર્તા છે. જો કે, નદીઓના પાણીનો પ્રવાહ ભારતીય અંકુશિત કાશ્મીરમાંથી બંધ કરીને, ભારત હથિયાર તરીકે પાણીનો ઉપયોગ કરવા માંગે છે. તે નોંધપાત્ર છે કે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ કેરળમાં પોતાનું પ્રથમ જાહેર સંબોધન કરતાં અને ઉરી હુમલાના ભારત દ્વારા ગોઠવાયેલા નાટક બાદ, વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને “વિશ્વથી સંપૂર્ણપણે અલગ.” કરવાની ધમકી આપી હતી.

હવે, તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ભારતે પાકિસ્તાન સાથે મર્યાદિત યુદ્ધ માટે નિયંત્રણ રેખા નજીક સૈનિકોની ગતિશીલતા શરૂ કરી છે, જ્યારે આઝાદ કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇકની વિચારણા આકરી રહ્યું છે. પાકિસ્તાન પણ આ સંભવિત આક્રમણ અથવા નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક સમે રક્ષણાત્મક પગલાં લઈ રહ્યું છે. અને કહ્યું છે કે ઉરી હુમલો એ એ ભારત દ્વારા આયોજન કરવામાં આવેલ એક પ્રતિકૂળ કથા છે.  આ સંદર્ભમાં, જનરલ રાહીલ શરીફે  ૨૬મી સપ્ટેમ્બરે જર્મનીમાં અમેરિકી CENTCOM પરિષદમાં જણાવ્યું હતું કે, “ભારત કાશ્મીરનો મુદ્દો ઉકેલવા માટે ગંભીર નથી … ભારતની પરોક્ષ વ્યૂહરચના પ્રીમિયર જાસૂસ એજન્સીની મદદથી નિર્દોષોની હત્યા કરવાની છે.”

જો કે ભાજપના નેતાઓ પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ અથવા મર્યાદિત યુદ્ધ કરી શકે છે અથવા કશુંક કરવા માટે ઇચ્છુક વિચારસરણી ધરાવે છે. આ બંને પડોશી પ્રતિસ્પર્ધકો પરમાણુ સત્તા ધરાવે છે, અને ભારત આ તફાવતનો સિદ્ધાંત સમજી શકતું નથી જે ‘આતંકનું બેલેન્સ.’ તરીકે ઓળખાય છે.

આ પહેલા પણ ઘણા પ્રસંગોએ ભારત અને પાકિસ્તાન સામસામે આવ્યા હતા. ઉદાહરણ તરીકે ૨૦૦૮નો મુંબઇ ત્રાસવાદી હુમલો (જેનું પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું) ત્યારે પણ નવી દિલ્હીએ સૈનિકોની ગતિશીલતા જેવા અત્યંત ઉત્તેજક પગલાઓ લઈને ઈસ્લામાબાદને આ હુમલા માટે દોષ આપવાની રમત શરૂ કરી હતી. ભારતીય શાસકો કાશ્મીરમાં મર્યાદિત યુદ્ધના તેમના સિદ્ધાંતનો અમલ કરવાનો ઈરાદો ધરાવે છે.

આમ છતાં, વર્તમાન સંજોગોમાં, ભાજપની આગેવાની હેઠળની મોદી સરકાર એક ખરાબ ભૂલ કરી રહી છે અને તે ભારતની શક્તિને ઊંચી આંકી રહી છે અને પાકિસ્તાનની શક્તિને ઓછી આંકી રહી છે. જો પાકિસ્તાનના પરંપરાગત દળો અને શસ્ત્રો ભારત સામે નિષ્ફળ જશે અને જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે તો એવા કિસ્સામાં પાકિસ્તાન પરમાણુ હથિયારો અને મિસાઇલનો ઉપયોગ કરી શકે છે જે સમગ્ર ભારતનો નાશ કરી શકે છે,  અને આ ભારતીય સરકારની રાજકીય આત્મહત્યાના પરિણામ હશે.

– અજય શુક્લા

(કાશ્મીર વોચ ડોટ કોમ.)

Related posts
Epaper DailySpecial Articles

E PAPER 29 OCT 2023

[gview…
Read more
Special Articles

18-03-2023

Read more
CrimeMuslimSpecial Articles

21-02-2023

Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *