ડર્બી, તા.ર૧
ભારતીય મહિલા ટીમે વિશ્વ કપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પર ૩૬ રને જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી લીધી છે. ભારતીય ટીમ હવે ફાઇનલમાં ઇંગ્લેન્ડની સામે ટકરાશે. જે દક્ષિણ આફ્રિકાને હાર આપીને ફાઇનલમાં પહોંચી ચુકી છે. ભારતીય મહિલા ટીમ તરફથી હરમનપ્રીત કૌરે ભવ્ય અણનમ ૧૭૧ રન બનાવ્યા હતા.જેના કારણે ભારતે ભારતીય ટીમે ૨૮૧ રન કર્યા હતા. જીતવા માટે ૨૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૪૫ રન બનાવી શકી હતી. ભારતીય ખેલાડી હરમનપ્રીતે પોતાની વનડે કેરિયરની શ્રેષ્ઠ ઇનિગ્સ રમતા ૧૭૧ રન કર્યા હતા. જેમાં સાત છગ્ગા અને ૨૦ ચોગ્ગાનો સમાવેશ થાય છે. તે છેલ્લે સુધી નોટઆઉટ રહી હતી. હરમન બાદ કેપ્ટન મિતાલી રાજે ૩૬ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કટ, ગાર્ડનર અને બીમ્સ કતેમજ વિલાનીએ બે બે વિકેટ ઝડપી હતી. ટોસ જીતીન પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરી હતી. ભારતીય ટીમની શરૂઆત સારી ન રહી હોવા છતાં હરમન પ્રીતે તમામ ચાહકોના મન જીતી લીધા હતા. ભારે વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે મેચ ૪૨-૪૨ ઓવરની કરી દેવામાં આવી હતી.