(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ભારતીય મૂળના ચાર પુરૂષોનેે ભારત- આધારિત કોલ સેન્ટરો દ્વારા તૈયાર કરવામાં આવેલા મલ્ટી મિલિયન અમેરિકન કોલ સેન્ટરમાં ટેલિફોનમાં છેડછાડ અને મની લોન્ડ્રિંગની યોજનામાં તેમની સંડોવણી હોવાથી તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ન્યૂજર્સીના ૨૬ વર્ષીય નિસર્ગ પટેલ, ફ્લોરિડાના ૩૦ વર્ષીય દિલિપ કુમાર રમણલાલ પટેલ અને અરિઝોનાના ૩૯ વર્ષીય રાજેશ કુમારને છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના ગુનાઓનું કાવતરૂં ઘડવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસ અંગે પહેલાં ટેક્સાસના દક્ષિણ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ ડેવિડ હિટ્ટનર સમક્ષ દલીલો રજૂ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓને હાલ તો સંઘીય હિરાસતમાં લેવામાં આવ્યા છે, કારણ કે તેમની ઓક્ટોબર ૨૦૧૬માં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પેન્નસીલ્વાનિયાનાના રહેવાસી દિપક કુમાર સંકલ્પચંદ પટેલને પણ સંબંધિત કાવતરામાં સંડોવણી હોવાથી દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિપક કુમારની પણ આ વર્ષે જ ધરપકડ કરવામાં આવી હતી અને તેને પણ સંઘીય હિરાસતમાં લેવામાં આવ્યો છે. નિસર્ગ, દિલિપ અને રાજેશ આ કોલ સેન્ટર દ્વારા મની લોન્ડ્રિંગની અવનવી સ્કીમો દ્વારા અમેરિકાના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જેને પગલે આ છેતરપિંડી બદલ ભારતીય કોલ સેન્ટરો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની અરજીની વિગતો અનુસાર, ભારતીય મૂળના ત્રણ શખ્સોએ એક જટિલ કાવતરું ઘડ્યું હતું, જેમાં તેમના સાગરિતો દ્વારા સાથ આપવામાં આવ્યો હતો. આ કાવતરા પ્રમાણે અમદાવાદમાં સ્થિત કોલ સેન્ટર દ્વારા યુએસમાં રહેતા લોકોને ફોન કરીને આંતરિક મહેસૂલ સેવા, નાગરિકતા અને સ્થળાંતર સેવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા હતા.
દલાલો તથા અન્ય સૂત્રો પાસેથી માહિતી મેળવીને તેઓ યુએસમાં રહેતા લોકોને ફોન કરીને પૈસાની માગણી કરતાં હતા અને જો કોઈ પણ વ્યક્તિ તેને ચૂકવવાની ના પાડે તો તેમને એવી ધમકી આપવામાં આવતી હતી, કે તેઓ યુએસ સરકારના દેવાદાર છે. ઉપરાંત જે લોકો આ ઠગો દ્વારા માંગવામાં આવેલા પૈસા આપવા માટે તૈયાર થઈ જતાં, તેમને પૈસાની ચૂકવણી કેવી રીતે કરવી તે અંગેની વિગતો આપવામાં આવતી હતી.