(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
જ્યારે પંડિત નેહરૂએ મૌલાના અબુલ આઝાદને કહ્યું હતું કે, તેમને રામપુરથી ચૂંટણીમાં ઊભા રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે મૌલાનાએ પૂછયું કે, રામપુરથી કેમ ? નેહરૂએ જવાબ આપતાં કહ્યું કે, રામપુર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે.આ કપનના વિરોધમાં કહ્યું કે, ‘‘હું હિંદુસ્તાનનો નેતા છું, મુસ્લિમોનો નહીં’’ અને તેઓ પંજાબના ગુડગાંવથી ચૂંટણી લડી વિજયી થયા હતા. હવે અમે નથી કહેતા કે ભાજપે લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોને ટિકિટ કેમ ન આપી ? તેમણે નથી આપી તો હોઈ શકે કે કોઈ માંગવા જ ન ગયું હોય. પરંતુ જો તેઓ ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ’’નું સ્વપ્ન સાથે જ જોતા હોય તો તેઓ પાંચ એવી બેઠકો જે લઘુમતીની હોય ત્યાંથી પાંચ મુસ્લિમોને જીતાડી સદનમાં પહોંચાડતા તો ઉત્તરપ્રદેશામં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેમનું માન વધતું અને લોકો સુધી સંદેશ પહોંચતો કે પક્ષ સાચે જ સૌનો વિકાસ ઈચ્છે છે. એક બાજુ ભાજપનું કહેવું છે કે, મુસ્લિમોની તરફેણ થઈ રહી છે જ્યારે બીજી તરફ તે મુસ્લિમોથી અંતર જાળવી રાખે છે. જો તમે મુસ્લિમોને સાથે નહીં લો તો મુસ્લિમો તમારી સાથે કેવી રીતે આવશે. મુનવ્વર રાણાએ એકેડમી એવોર્ડ પરત કરતી વખતે વારંવાર કહ્યું હતું કે, દેશમાં રપ કરોડ મુસ્લિમો છે તેમને ક્યાં ફેંકશો ? સમુદ્રમાં ફેંકશો તો તે સૂકાઈ જશે અને જમીનમાં દબાવશો તો જમીન ઓછી પડશે. આનો ઉપાય એ જ છે કે તેમણે ગળે વળગાવવામાં આવશે. ટૂંકમાં ભાજપ મુસ્લિમોને પ્રતિનિધિત્વ આપી તે એક સારો સંદેશ પાઠવી શક્ત પરંતુ તેમણે યોગી, સાક્ષી અને આવા લોકોને છૂટો દોર આપ્યો છે જે વાત શેરીમાં ઊભા રહીને પણ ન કહી શકાય તેવા નિવેદનો આ નેતાઓ આપે છે. જંગી વિજય સાથે સત્તામાં આવેલ ભાજપ સરકાર પરિસ્થિતિ બદલી શકવાની ક્ષમતા ધરાવતી હતી. જ્યારે મુનવ્વર રાણાએ એવોર્ડ પરત કર્યો અને પ્રધાનમંત્રીએ તેમને બોલાવ્યા ત્યારે મીડિયાએ તેમને પ્રશ્ન કર્યો હતો કે, તમે પ્રધાનમંત્રીને શું કહેશો ? ત્યારે તેમણે કહ્યું કે, હું પ્રધાનમંત્રીનો હાથ પકડીશ અને દાદરી લઈ જઈશ. અખલાકના ઘર પાસે લઈ જઈને કહીશ કે ‘‘કાલે કપડે નહીં પહને હૈ તો ઈતના કર લે, એક જરા દેશ કો કમરે મેં અંધેરા કર લે’’ કારણ કે, એક વ્યક્તિનું મૃત્યુ કૌમનું મૃત્યુ છે અને એક કોમનું મૃત્યું દેશનું મૃત્યું છે. રાણા એક શાયર અને ભારતીય હોવાના નાતે કહે છે કે, જો તે ચાહે તો સૌને પ્રેમ કરે અને સૌ તેમને પ્રેમ કરે પરંતુ આ પૂરા દેશની સરકાર નથી. તે ફક્ત હિંદુઓની સરકાર છે પરંતુ એવું નથી હોતું. હું ૬પ વર્ષના અનુભવથી કહી શકું કે આવી કોઈપણ સરકાર ઈતિહાસના પાનાઓ પર ભલે અંકાઈ જાય પરંતુ અસલમાં તે જીવિત નથી રહેતી. જો તમે એક સમાન નિયમો સમગ્ર દેશમાં નથી રાખી શકતા તો એ નક્કી છે કે તમે સમગ્ર દેશને એક નહીં રાખી શકો. ગોવામાં ગૌમાંસ ખાતો વ્યક્તિ મુંબઈ હવાઈ અડ્ડા પર ઉતરે તો તેને પ વર્ષની સજા થઈ શકે છે. એનો અર્થ એ થયો કે ગોવા અલગ દેશ છે અને મુંબઈ અલગ ! દેશમાં કોઈ એવો પક્ષ નથી જે મુસ્લિમોને ભરોસો આપી શકે એ આ તમારો દેશ છે અમે તમે અહીં સુરક્ષિત છે. જો કે મત માટે દેખાવો તો તમામ લોકો કરે છે. ચૂંટણી આવે છે અને દુકાનો ખૂલે છે મત વેચાય છે પછી કોણ દાઢી વાળો, કોણ ટોપીવાળો, ચોટી વાળો ? આજે પ્રશ્ન એ છે કે મુસ્લિમોમાં પ્રતિનિધિત્વ કેમ નથી ? નેતાઓને કૌમ બનાવે છે નેતા એ છે જેના પર લોકો વિશ્વાસ કરે; પરંતુ અહિંયા તો એ હાલ છે કે ચૂંટણી લક્ષી વ્યાપારને કારણે લોકોની માનસિકતા છે કે મને કશાકનો સભ્ય બનાવી દો, લાલ લાઈટવાળી ગાડી આપી દો તો અમે વેચાઈ જઈશું અમે કહેતા રહ્યા કે દેશમાં કાયદો હોવો જોઈએ કે આરોપીને શહેરથી એક હજાર કિલોમીટરના અંતરે જેલમાં રાખવો જોઈએ. જેથી રાતોરાત સોમ અને બાલિયાત જેવા નેતા પેદા ન થાય. તેઓ એટલા માટે નેતા બને છે કે તે જેલ જાય છે તો તેમને છોડાવવા માટે પચાસ હજાર લોકો પહોંચે છે અને તે રાતોરાત હીરો બની જાય છે. જો ચૂંટણીમાં કોઈ રિક્ષાવાળો, મહિનાના અંતે મર્યાદિત રકમ મેળવનાર પત્રકાર કે અન્ય કોઈ સામાન્ય માનવી ઊભો ન થઈ શકે તો ચૂંટણીનો કોઈ અર્થ નથી. આ ચૂંટણીઓ અને વિકાસ માત્ર અમીરોની રમત બની ચૂકી છે બંધ એ.સી.વાળી ગાડીમાં સવાર મંત્રીને શું ખબર ખૂલ્લા પગે ચાલનારની મુશ્કેલીઓ ? દેશમાં ૧૩૦ કરોડની વસ્તી છે પરંતુ ત્રીસ કરોડ માનવીઓ જ એવા છે જેમના ખાવા-પીવા, દવા, શિક્ષણ વગેરેની વ્યવસ્થા છે. અન્ય ૧૦૦ કરોડ લોકો પશુઓની માફક જીવી રહ્યા છે. અમારું તો માનવું છે કે શાસન જે પણ કરે અમારો દેશ સુરક્ષિત રહેવો જોઈએ. મુસ્લિમોએ કયારેય નથી. કહ્યું કે, અમને દાઢીવાળો વડાપ્રધાન જોઈએ અમારી માત્ર એ ઈચ્છા છે કે હુલ્લડ ન થાય. ઉત્તરપ્રદેશના મુસ્લિમ માયાવતીના તરફ જોઈ રહ્યા છે કારણ કે તેમને ખબર છે કે માયાવતીના શાસનમાં રમખાણો નહીં થાય. આજે દેશની એ હાલત છે કે કોઈ મુદ્દાને વર્તમાનપત્રમાં છાપવામાં આવે કે જે તે માણસ આતંકવાદી છે, તેના આ માણસો સાથે સંબંધો છે; તેને અહીંથી પૈસા મળે છે તો પોલીસ તેને કેદ કરી લેશે અને સમગ્ર દેશ તેને આતંકી માનવા લાગશે અને જ્યારે ૧ર વર્ષ પછી તેઓ પોતાને નિર્દોષ સાબિત કરવામાં સફળ થશે ત્યારે પોતાના પગ પર ચાલી પણ નહીં શકે. અનેક નવયુવકો સાથે આ અત્યાચાર થયો છે. કાયદો હોવો જોઈએ કે ૧ર કે ર૦ વર્ષ બાદ તેમને નિર્દોષ કરાર આપવામાં આવે તો પ૦ કરોડ વળતર મળવું જોઈએ. પોલીસ એક ૧૮ વર્ષના યુવકને પકડે છે અને ર૦ વર્ષ બાદ તેને વૃદ્ધ કરીને છોડી મૂકે છે ત્યાં સુધી તેનો પરિવાર પણ તબાહ થઈ ચૂક્યો હોય છે. જ્યારે આવા કાયદા વ્યવસ્થા હોય તો એ દેશ નથી ભોંયરું છે અને તેને ઠીક કરવામાં નહીં આવે તો સૌને નુકસાન થશે. અહીં કોઈપણ મુસ્લિમને કહી દેવાય છે કે તે પાકિસ્તાની છે. અરે અરબી કહી દો તો ચાલે કે ત્યાં આવ્યા છીએ પાકિસ્તાન સાથે શું લેવા દેવા ? પાકિસ્તાન જેટલું તમારું છે એટલું જ અમારું છે કે તે ભારતનો એ ભાગ હતું અમારૂંં તો વતન પણ આજ છે. આ ભૂમિને અમે માતૃભૂમિ કહીએ છીએ અને મુસ્લિમો આ દેશને અઢળક પ્રેમ કરે છે.