(એજન્સી) નવી દિલ્હી, તા.૩
જર્મનીના મેનહેમ યુનિવર્સિટીના એક નવા અભ્યાસમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે મુસ્લિમો તોહીદ (એક અલ્લાહ)માં માનતા હોવાથી પોતાના જીવનથી તેઓ સૌથીવધુ સંતુષ્ટ છે. અભ્યાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે મુસ્લિમોની સરખામણીએ અન્ય આસ્થા કે તોહીદમાં નહીં માનતા લોકો તેમના જીવનમાં વધુ સંતુષ્ટ નથી. અભ્યાસમાં ૬૭,૫૬૨ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં એવો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે વિશ્વમાં મુસ્લિમો સૌથીવધુ તોહીદમાં માને છે અને મુસ્લિમો પછી ક્રિશ્ચિયનો છે. તેમના પછી જીવનમાં સંતોષ અનુભવનારાઓમાં બૌદ્ધ લોકો અને હિન્દુઓનો સમાવેશ થાય છે. અલ્લાહમાં નહીં માનતા હોવાને કારણે નાસ્તિકો તેમના જીવનમાં સૌથી ઓછો સંતોષ અનુભવે છે. મુસ્લિમો તોહીદમાં માને છે અને તેમના માટે સર્વસ્વ અલ્લાહ જ છે. અલ્લાહનો કોઇ ભાગીદાર કે સાથીદાર નથી. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તોહીદમાં માનવાથી આપણા મગજ અને શરીરમાં કેવા આધ્યાત્મિક ફેરફારો થાય છે, તે માપવાનું કે તેનું પ્રમાણ અથવા માત્રા નક્કી કરવાનું મુશ્કેલ છે પરંતુ તોહીદમાં માનવાથી સામાજિક જોડાણ મજબૂત થાય છે. પ્રતિકાર શક્તિ બહેતર થાય છે. અટેલું જ નહીં તોહીદમાં માનનારાઓને ડિપ્રેશનની સમસ્યા પણ નજીવી કે હોતી જ નથી. સમગ્ર વિશ્વમાં મુસ્લિમો પર સૌથી વધુ હુમલા થાય છે અને સૌથીવધુ તેમનો તિરસ્કાર કરવામાં આવે છે તેમ છતાં મુસ્લિમો તોહીદમાં માનતા હોવાથી જ સમગ્ર વિશ્વમાં મુસ્લિમોના આપઘાતના બહુ જ ઓછા કેસો નોંધાય છે અને ડિપ્રેશનની સમસ્યા પણ મુસ્લિમોમાં બહુ જ ઓછા લોકોને છે.