(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી.એ ચાલુ વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં ૪૦ ટકા નફો કરી પર૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી. એક વર્ષ પહેલા તે ૩,૭ર૧ કરોડ હતી. તેલ કંપનીએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલની કિંમતો તે પોતાની રીતે ઓછી કરી શકતી નથી. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં કંપનીની આવકમાં ૧૦ ટકા વધારો થયો. કંપનીની કુલ આવક ૧,૩૬,૯૮૦ કરોડ થઈ. ર૦૧૭-૧૮ના વર્ષમાં કંપનીની કુલ આવક વધી કંપનીનો નફો ૧૩ ટકા વધ્યો છે. જે પ,૧૮,૯૬૧ કરોડ રહ્યો છે. ઈન્ડિયન ઓઈલ કંપનીના ચેરમેન સંજીવસિંહે કહ્યું કે, વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવો વધી રહ્યા હોવાથી ભાવો ઘટાડવા શક્ય નથી. ભાવો વધતા રહેશે. બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડોલર બેરલ છે.